ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના શ્રમિકો સાઈકલ મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના, માલિકોએ કોઈ સગવડ નહીં આપતા વતન જવા બન્યા મજબૂર - Himmatnagar of Sabarkantha

અમદાવાદના શ્રમિકોને ફેક્ટ્રરી માલિકો દ્વારા કોઈ પણ પ્રકારની સગવડ નહીં આપતા આખરે આ શ્રમિકોએ સાઈકલ લઈને વતનની રાહ પકડી છે.

અમદાવાદના શ્રમિકો સાયકલ મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના, માલિકોએ કોઈ સગવડ ન આપતા વતન જવા બન્યા મજબૂર
અમદાવાદના શ્રમિકો સાયકલ મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના, માલિકોએ કોઈ સગવડ ન આપતા વતન જવા બન્યા મજબૂર

By

Published : Apr 24, 2020, 8:44 PM IST

અમદાવાદઃ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઇરસને સંક્રમિત થતો અટકાવવા વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે શ્રમિકો માટે ફેક્ટરી માલિકોને પૂર્ણ સુવિધા આપવાનો આદેશ કરાયો હોવા છતાં પણ આ આદેશનું પાલન થઈ રહ્યું નથી.

નેશનલ હાઇવે નંબર 8 પર દેખાતા આ સાઈકલ સવારો અમદાવાદથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે. સાંભળીને નવાઇ લાગી પરંતુ ફેક્ટ્રરી માલિકો દ્વારા કોઈપણ પ્રકારની સગવડ ન આપતા આખરે આ શ્રમિકોએ વતનની રાહ પકડી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 8 પર પસાર થઈ રહેલા આ સાયકલ સવારો મૂળ ઉત્તર પ્રદેશના છે. તેમ જ મજૂરી કામકાજ અર્થે અમદાવાદ સ્થાયી થયા હતા. જોકે કોરોના વાઇરસના પગલે લોકડાઉન જાહેર થયા બાદ શ્રમિકોની હાલત બદતર બની છે.

એક તરફ ફેક્ટ્રરી માલિકો દ્વારા શ્રમિકોની કોઈપણ પ્રકારની સગવડ અપાય નથી તેમ જ છેલ્લા એક મહિનાથી આર્થિક સહયોગ ન અપાતા આખરે પરિસ્થિતિથી તંગ આવી તમામ શ્રમિકો વતન તરફ રવાના થયા છે જોકે લોકડાઉન ના પગલે વાહન વ્યવહાર બંધ હોવાના પગલે સાયકલથી ઉત્તર પ્રદેશ જવા નીકળી ચૂક્યા છે.

તેમજ હિંમતનગર સુધી પહોંચી ચુક્યા છે. પોતાની સાથે 7 દિવસ ચાલે તેટલો ફૂડ પેકેટ લઇ વતન તરફ જતા શ્રમિકોની વેદના સાંભળીને ગમે તેવા કઠોળ મનના વ્યક્તિનું કાળજુ પીગળી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા શ્રમિકો માટે કરાયેલા કાયદાનો સરેઆમ ભંગ થઈ રહ્યું છે.

તેમજ ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધી વિવિધ પોલીસ બંદોબસ્ત પાર કરી વતન તરફ જઈ રહેલા આ શ્રમિકોને આગામી સમયમાં કેટલું ભોગવવું પડશે તે પણ સવાલ બની ચૂક્યો છે.

કાયદાનું પાલન ન કરનારા આ ફેક્ટ્રરી માલિકો સામે ઠોસ પગલા લેવાય તે જરૂરી છે. જોકે આવું ક્યારે બનશે તે સમય બતાવશે પરંતુ હાલમાં શ્રમિકોનું સાઈકલ પર વતન સુધી પહોંચુંએ જ એક નવાઈની બાબત બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details