ગુજરાત

gujarat

ETV Bharat / state

તૂટેલી હોકીથી પ્રેક્ટિસ શરૂ કરી, મહિલાઓની ટીમ જિલ્લાકક્ષાએ મેચ જીતી આવી - Government School Sports Acivities

આમ તો દેશની રાષ્ટ્રીય રમત હોકી છે. પણ હોકીમાં કોઈ ગુજરાતીની ટીમેએ ડંકો વગાડ્યો (Womens hockey team Ahmedabad) હોય એવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ પાસે આવેલા સાણંદમાં રહેતી એક દીકરીઓ (Womens hockey team Sanad) હોકીમાં ચેમ્પિયન બનીને આવી છે. જિલ્લા કક્ષાએ યોજાયેલી હોકીની મેચમાં જિલ્લા સ્તરે ટીમ જીતી હતી. જ્યારે વેરાવળ શહેરમાં આની ક્વાર્ટર ફાઈનલ યોજાઈ હતી. જ્યારે રાજકોટમાં ફાઈનલ મેચ રમાઈ હતી.

તૂટેલી હોકીની પ્રેક્ટિસ શરૂ કરી, મહિલાઓની ટીમ જિલ્લાકક્ષાએ મેચ જીતી આવી
તૂટેલી હોકીની પ્રેક્ટિસ શરૂ કરી, મહિલાઓની ટીમ જિલ્લાકક્ષાએ મેચ જીતી આવી

By

Published : Sep 11, 2022, 6:39 PM IST

અમદાવાદઃઅમદાવાદનાસાણંદ તાલુકાના નળસરોવર નજીક આવેલા ઝાંપ ગામની વિદ્યાર્થીનીએ (Womens hockey team Sanad) હોકી રમતમાં મોટી સિદ્ઘિ મેળવી છે. આ ગામની પ્રાથમિક શાળાઓની (Womens hockey team) વિદ્યાર્થીનીઓ નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે રાજ દિવસ મહેનત કરી રહી છે. તાજેતરમાં જિલ્લા કક્ષાએ યોજાયેલી હોકી (Hockey Tournament district level) સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યા બાદ વેરાવળ ખાતે કવાટર ફાઇનલમાં સુધી પહોંચી હતી. રાજકોટ ખાતે યોજાયેલી સેમી ફાઈનલ સુધી પહોંચી હતી. હાલના સમયમાં જે પુરુષો નથી કરી શકતા તે સ્ત્રીઓ કરી રહી છે એવા અનેક ઉદાહરણો સમાજની સામે છે.

જિલ્લામાં ડંકો વાગ્યોઃ અભ્યાસમાં પણ છોકરીઓ છોકરાઓ કરતા બે કદમ આગળ રહી છે. ત્યારે વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સાણંદ તાલુકાના ઝાંપ ગામની દીકરીઓ હોકીની રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી. રાજ્યકક્ષાની મેચમાં ભલે હાર મળી હોય પરંતુ. આવનારા નેશનલ ગેમ્સમાં પોતાની દાવેદારી મજબૂત કરવાનો એકમાત્ર લક્ષ્ય છે. ઝાંપ ગામના શિક્ષક પ્રવીણભાઈ પટેલની મહેનત આખરે રંગ લાવી. દિવસ ઉગતા જ દીકરીઓ હોકી લઈને ફરતી જોવા મળે છે.

ટીમ તૈયાર થઈઃ ઝાંપ ગામની દીકરીઓ અન્ય ટીમ સાથે રમત રમવા માટે તૈયાર બની ગઈ છે. ધીમે ધીમે સાણંદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ અન્ય ટીમને હરાવીને વિજેતા બની રહી છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી મેચમાં જિલ્લાકક્ષાએ ટીમ વિજેતા બનીને આવી હતી. જેમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે સેમિફાઇનલમાં આ દીકરીઓ પહોંચી હતી ભલે ત્યાં તેમને હાર મળી હોય, પરંતુ તેમના જુસ્સાની જીત થઈ હતી. જ્યાં ગામની દીકરીઓનું આગામી લક્ષ્ય નેશનલ ગેમ્સમાં રમવાનું છે. જેને લઈને રાત દિવસ પ્રેક્ટિસ કરી રહી છે. પ્રવીણભાઈ પટેલ જ્યારે અહીં શાળામાં જોડાયા ત્યારે છોકરીઓને શાળામાં મોકલવામાં આવતી ન હતી.

દીકરી ભણતી થઈઃ પ્રવિણભાઈ મૂળ રમતગમતના શિક્ષક હોવાથી અભ્યાસની સાથે વિદ્યાાર્થીઓમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે રસ જળવાઈ રહે એવા પગલાં લીધા.અભ્યાસની સાથે સાથે અન્ય રમતો પણ રમાડી શકાય તે માટે તેમણે શાળાની બાળાઓને હોકીની રમત રમાડવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં હોકી રમવા માટે શાળાની અંદર તૂટેલી હોકીની સ્ટિકો હતી. જેના સહારેથી જેટલી પણ દીકરીઓ શાળામાં આવતી હતી. તેમને તૂટેલી હોકીથી રમાડવાની શરૂઆત કરી ત્યારબાદ જે દીકરીઓ શાળાઓમાં આવતી ન હતી. તે પણ દીકરીઓ શાળામાં આવવા તૈયાર થઈ. હોકીની રમત શીખવા માટે પણ તત્પર બની. સમય જતા આ પ્રાથમિક શાળામાંથી એક મહિલા હોકી ટીમ તૈયાર થઈ છે. ઝાંપની પ્રાથમિક શાળાની દીકરીઓને હોકી પ્રત્યે રમત જોઈને સાણંદ તાલુકા ક્ષેત્રે માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઈ બારોટએ હોકી સ્ટીક,બુટ , મોજા હેલ્મેટ,ગલબ્સ, પગમાં પહેરવાના પેડ વગેરે સામાન શાળાએ પહોંચાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details