અમદાવાદઃ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 71 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે, તેની સામે પ્લાઝમા ડોનેટ કરનાર વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. ETV ભારતની ટીમે જ્યારે આ અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, જે મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાના પ્લાઝમા લેવામાં આવતું નથી.
નિષ્ણાતો મુજબ કોરોનાને માત આપનાર મોટાભાગની મહિલાઓ કે જેમને બાળકને જન્મ આપ્યો છે, તેમના પ્લાઝમા લેવામાં આવતા નથી. ડિલિવરી બાદ મહિલાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને તેના કારણે પ્લાઝમા લેવામાં આવતા નથી.
કોરોનાને માત આપ્યાના 15 દિવસ બાદ વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબીનની માત્ર 12.5 ટકા કે તેથી વધુ હોય ત્યારે જ પ્લાઝમા લેવામાં આવે છે. આ નિયમ પુરુષો માટે પણ લાગુ પડે છે. જો કે મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં મહિલાઓમાં કુપોષણ અને હિમોગ્લોબીનનું નીચું પ્રમાણ નોંધવામાં આવ્યું છે. જેથી કરીને બાળકને જન્મ આપનાર મહિલામાં હિમોગ્લોબીન ઓછું હોવાથી તેનો પ્લાઝમા ઉપયોગમાં લેવામાં આવતો નથી.
જાણો કઇ વ્યક્તિ કરી શકે છે પ્લાઝમા ડોનેટ...
- સ્વસ્થ વ્યક્તિ કે જેને કોઈ બીમારી નથી, એ કોરોનાને માત આપ્યાના 15 દિવસ બાદ પ્લાઝમા આપી શકે.
- કોરોનાને માત આપનાર 18થી 65 વર્ષના વ્યક્તિ જ પ્લાઝમા આપી શકે.
- જે લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હૃદયની બીમારી જન્મજાત છે કે તેના ઈલાજ માટે ઇન્જેક્શન લેવા પડે તેવા વ્યક્તિનું કોરોનાને માત આપ્યા બાદ પણ તેનું પ્લાઝમા લેવામાં આવતું નથી.
- જે વ્યક્તિ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓથી પીડાય છે, તેવા લોકો જો આ બીમારીની ઓરલ દવા (એટલે કે મોઢાથી દવા લેતા હોય ) અને બીમારી ઠીક અથવા નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. તેવા વ્યક્તિ કોરોનાને માત આપ્યાના 15 દિવસ બાદ પ્લાઝમા આપી શકે છે.
- પ્લાઝમા આપનાર વ્યક્તિનું એન્ટીબોડી ટાઈટલ દર્દીના એન્ટીબોડી ટાઈટલ કરતા બમણું હોય ત્યારે જ પ્લાઝમા આપવામાં આવે છે.
- કોઈ વ્યક્તિને ચેપીરોગ કે ફંગલ ઇન્ફેક્શન કે અન્ય કોઈ બીમારી હોય ત્યારે એ વખતે પ્લાઝમા લેવામાં આવતું નથી.
આ પણ વાંચોઃપોઝિટિવ વલસાડઃ બ્લડ બેન્કમાં 13 લોકોએ કર્યું પ્લાઝમા ડોનેટ, 22 લોકોને મળ્યું નવું જીવન
- રક્ષાબંધનના દિવસથી વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા પ્લાઝમા થેરાપી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 13 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. આ પ્લાઝમા દ્વારા 22 લોકોને નવું જીવન મળ્યું છે. તો આવો જાણીએ પ્લાઝમા થેરાપી વિશે...