ગુજરાત

gujarat

By

Published : Mar 8, 2021, 7:11 PM IST

ETV Bharat / state

મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે સમગ્ર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. તો આવો જાણીએ ગુજરાતની એવી મહિલાઓ વિશે જેમનું જીવન અન્યને પ્રેરણા આપી રહ્યું છે.

International Womens Day
International Womens Day

ન્યૂઝ ડેસ્ક : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિશેષ વાત કરીએ તો, ઘણી એવી મહિલાઓ છે જેમનું જીવન અન્યને પ્રેરણા આપે છે, ત્યારે આવો જાણીએ મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ વિશે છે.

Women's day : ETV Bharatની મહિલા કર્મચારીઓના દિલની વાત

હૈદરાબાદ : સમગ્ર વિશ્વમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2021ની થીમ 'Women in leadership: an equal future in a COVID-19 world' છે. વર્ષ 1908માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક મહિલા નવા સ્વરુપે પોતાની જવાબદારી સંભાળે છે, પરંતુ તે આજે પણ પોતાના અધિકારો માટે લડી રહી છે. કુપ્રથાઓની બેડીઓ તોડવાના પ્રયાસ કરી રહી છે. ETV Bharatના સમાચાર આપના સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારી યુવતીઓ અને મહિલાઓએ આ મુદ્દે દિલ ખોલીને ચર્ચા કરી છે. દરેક મહિલાએ કોઈ ખાસ સંદેશ આપ્યો છે, જે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ.

ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

ડાંગ : જિલ્લાના આહવા તાલુકાના નાનકડા આદિવાસી ગામ ચનખલથી માયાનગરી મુંબઈ સુધી પહોંચેલી 23 વર્ષીય મોનાલિસા પટેલનું જીવન સંઘર્ષમય રહ્યું છે. બાળપણથી અભિનયનો શોખ અને તેમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ને ચનખલ ગામની મોનાને એક નવું નામ "મોનાલિસા પટેલ" આપ્યું છે. આજે એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેકટર જેવી મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતી ડાંગની યુવતી બની ગઈ છે.

અમદાવાદમાં મહિલા દિવસ નિમિત્તે સેલિબ્રેશન

અમદાવાદ : મહિલા દિવસ સેલિબ્રેશન નિમિત્તે યોજાયેલી ઈવેન્ટમાં ડૉકટર સારીકા મહેતાએ જણાવ્યું કે, મહિલા દિવસ કોઈ એક દિવસ માટે જ ઉજવવાનો દિવસ નથી પરંતુ દરેક દિવસ મહિલા દિવસ છે.

કોરોના સંક્રમિત લોકોની સેવા કરનાર મહિલાઓનું સમ્માન કરી મહિલા દિવસની ઉજવણી કરાઈ

સુરત : 8 માર્ચ એટલે વિશ્વભરમાં મહિલાઓ પ્રતિ સમ્માન, પ્રશંસાને આ દિવસે તેમના આર્થિક,રાજનીતિક અને તેને કરેલા કાર્યને ઉત્સવની જેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે, સુરત શહેર ખાતે કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકી નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર, નર્સ, સફાઈ કામદાર, સામાજિક કાર્યકર સહિત શહેરના મહિલા પત્રકારો મળી 51 મહિલાઓનું નર્સિંગ એસોસિએશન દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.

જામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે શિક્ષણ

જામનગર : જામનગરના ડિમ્પલ મહેતા એક એવા મહિલા જે માનસિક અસ્વસ્થ બાળકોનો સહારો બની છે. તેઓ આવા 150થી વધારે બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહી છે. તો જાણીએ કે તેમને આવા વિદ્યાર્થીઓનો સહારો બનવાની પ્રેરણા કઈ રીતે મળી. ડિમ્પલ મહેતાનું પ્રથમ બાળક માનસિક અસ્વસ્થ હતું અને જન્મ બાદ જ તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ડિમ્પલ મહેતાએ નક્કી કર્યું હતું કે તે હવે આજીવન આવા બાળકોની સેવા કરશે અને શિક્ષણ આપશે. બસ ત્યારથી શરૂઆત થઈ આજ સુધી તેમની કામગીરી ચાલુ છે.

ગુજરાતી મહિલાનું સાહસ, પોતાની મહેનતથી 4 વર્ષમાં વિશ્વવ્યાપી ઉદ્યોગ શરૂ કર્યો

કચ્છ : 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ETV Bharatની ટીમે કચ્છના નાનકડા ગામમાં રહેતાં પાબીબેન રબારી સાથે વાતચીત કરી હતી. પાબીબેને ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ પોતાના જીવનને એક નવો વળાંક આપ્યો છે અને સમગ્ર વિશ્વના 45 દેશોમાં તેમણે પોતાની કારીગરીથી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

જલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી

સુરત :આજે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે અનેક મહિલાઓ એવી છે જે અન્ય મહિલાઓને ઓળખ આપવા માટે કટિબદ્ધ બની છે. આમાં એક સુરતની જલ્પા ઠક્કર પણ છે. જલ્પાના કારણે હાલ દેશ અને વિદેશમાં કચ્છી અને વણઝારા સમાજના લોકોની કળા લોકો ઓળખવા લાગ્યા છે. તેમની પરંપરાગત કળા અને જ્વેલરીની ડિમાન્ડ જલ્પા ઠક્કરને કારણે વધી છે. જલ્પા ઠક્કરે સ્ટાર્ટ-અપ શરૂ કરવા અંગે વિચાર્યું હતું, ત્યારે તેમને લાગ્યું કે તેના સ્ટાર્ટ-અપ થકી ગામડાઓની મહિલા અને આદિવાસી વિસ્તારમાં રહેતી મહિલાઓની કળાને એક ઓળખાણ મળી રહે તે કાર્ય કરવું સારૂં છે. માત્ર 5,000 રૂપિયાથી આ સ્ટાર્ટ-અપ જલ્પાએ શરૂ કર્યું હતું અને આજે તેમના સ્ટાર્ટ-અપના કારણે ગામડાઓમાં રહેતી 200થી વધુ મહિલાઓની કળા આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી રહી છે.

પોરબંદરના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો

પોરબંદર :જામનગરમાં જન્મેલા અને હાલ પોરબંદરમાં રહેતાં નિર્મલાબેન લક્ષ્મણભાઈ મહેતા પીટીસી,એમ એ,બી એડ, અને એલએલબીની ડીગ્રી ધરાવે છે. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત 1970માં જામનગર પાસે આવેલ દરેડ ગામની પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજથી કરી હતી. જ્યારે તેઓ ધોરણ 10માં ભણતાં હતાં તે સમયે અભ્યાસની સાથે વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં જામનગરથી ગામડે ગામડે ફરીને પોરબંદર સુધીની પદયાત્રા કરી હતી

ડાંગના 2 અણમોલ રત્નોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ

ડાંગ :જિલ્લાની મોનાલીસા પટેલે સાધન સુવિધાઓના અભાવ અને સંદેશા વ્યવહારની મર્યાદાઓ હોવા છતાં માયાનગરી મુંબઈમાં પ્રવેશ કર્યો અને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરી દુનિયાને પોતાની પ્રતિભા બતાવી દીધી છે. આ સાથે જ લોકોને પ્રેરણા આપી કે, જો ખૂદમાં પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી સફળ થતાં રોકી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, મોનાલીસા પટેલે 'સાવુલી' નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કલાકારી દેખાડ્યા બાદ 'પિકસલ ફોરેસ્ટ ફિલ્મ સ્ટુડિઓ'ના બેનર હેઠળ બનેલી 'નેટિવ કોંગો" અને "ચિત્રકૂટ"માં પણ અભિનયના ઓજસ પાથર્યાં છે.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ડો. હિરલ ચતુર્વેદીએ મહિલાઓને આપી પ્રેરણા.

અમદાવાદ :આજે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ડો. હિરલ પોતાના મંતવ્યોમાં જણાવે છે કે મહિલાઓને ખૂબ સ્ટ્રગલ કરવી પડતી હોય છે. જો તે નાસીપાસ થઈ જાય તો તે કારકિર્દી બનાવી શકતી નથી, ત્યારે કહેવું ઉચિત છે કે કોઈપણ મહિલાએ તેના રસ્તામાં આવતી મુશ્કેલીઓનો સામનો ખંતથી કરવો જોઈએ. નાસીપાસ થવું જોઈએ નહી.

મહિલાઓને POSH Act વિશે વ્યાપકપણે માહિતગાર કરવી એ આજના સમયમાં જરુરીઃ IAS ઓફિસર મનીષા ચંદ્રા

અમદાવાદ :આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની સ્થિતિ-પરિસ્થિતિ, સન્માન-અવમાનની વિષમતાઓ વિશે ખુલીને વાત થઈ રહી છે ત્યારે ETV BHARAT અમદાવાદ બ્યૂરો ઓફિસથી ગુજરાત સરકારના સક્ષમ મહિલા અધિકારી મનીષા ચંદ્રા સાથે વિશેષ મુદ્દે સવિશેષ ચર્ચા કરી હતી. મનીષા ચંદ્રા મહિલા અને બાળવિકાસ કચેરીના નિયામક પદે કાર્યરત છે. ખુદ એક વિશિષ્ટ વ્યક્તિત્વ એવાં મનીષા ચંદ્રાએ વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલ સાથે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ વિશે વિગતવાર વાતચીત કરી હતી. આવો નિહાળીએ આ વિશેષ મુલાકાત.

અદ્ભુતઃ સાબરકાંઠાના ઈડરની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર છે મોઢે

સાબરકાંઠા :ઇડરમાં બેચરભાઈ પ્રજાપતિ પોતે શિક્ષક હોવાના નાતે તેમની દીકરી હેલી પ્રજાપતિને શરૂઆતથી જ માનસિક રીતે સક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. હેલી પ્રજાપતિને કંઈક નવું કરવાની ઈચ્છા બાળપણથી લાગી હતી. જે અંતર્ગત હેલી પ્રજાપતિએ 200 વર્ષના કેલેન્ડરને મોઢે યાદ કરી નાખ્યું છે. 200 વર્ષમાં કયા મહિનામાં કઈ તારીખે કયો વાર આવે છે તે હેલી પ્રજાપતિ સેકન્ડોમાં જણાવી આપે છે. જોકે સામાન્ય માનવી માટે આગામી માસમાં કઈ તારીખે કયો વાર છે તે જાણવું હોય તો કેલેન્ડરનો સહારો અવશ્ય લેવો પડે છે. કેલેન્ડર વગર એક માસ અગાઉ કઈ તારીખે કયો વાર આવે છે તે જાણી શકાતું નથી ત્યારે હેલી પ્રજાપતિએ પોતાના અભ્યાસની સાથોસાથ વિશિષ્ટ તૈયારીના ભાગરૂપે 200 વર્ષનું કેલેન્ડર મોઢે કરી નાખ્યું છે. જેમાં કયા મહિનામાં કેટલા રવિવારથી લઈ કઈ તારીખે કયો વાર આવે છે તે સાહજિક રીતે જણાવી આપે છે.

કોરોના સંક્રમિત લોકોની સેવા કરનાર મહિલાઓનું સમ્માન કરી મહિલા દિવસની ઉજવણી કરાઈ

સુરત : 8 માર્ચ એટલે વિશ્વભરમાં મહિલાઓ પ્રતિ સમ્માન, પ્રશંસાને આ દિવસે તેમના આર્થિક,રાજનીતિક અને તેને કરેલા કાર્યને ઉત્સવની જેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે, સુરત શહેર ખાતે કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકી નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર, નર્સ, સફાઈ કામદાર, સામાજિક કાર્યકર સહિત શહેરના મહિલા પત્રકારો મળી 51 મહિલાઓનું નર્સિંગ એસોસિએશન દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details