ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: પાડોશી યુવક દ્વારા હુમલો કરી પરિણીતાની હત્યા - પડોશી ધર્મ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ગણપત સોસાયટીમાં બુધવાર બપોરે હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં જૂની અદાવતમાં પાડોશી દ્વારા જ પાડોશમાં રહેતી પરિણીતા અને તેના પતિ પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પરણિતા હર્ષિદા રાઠોડનું મોત નિપજ્યું હતું. જ્યારે તેનો પતિ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

પરિણીતાની હત્યા
પરિણીતાની હત્યા

By

Published : Sep 16, 2020, 6:25 AM IST

અમદાવાદઃ કહેવાય છે કે, પહેલો સગો પાડોશી હોય છે, પણ બુધવારે શાહીબાગમાં એક પડોશીએ પડોશી ધર્મના સંબંધને લાંછન લગાડ્યું છે. એટલું જ નહીં આવેશમાં આવીને એક પરિણીતાની હત્યા કરી દોઢ વર્ષની નિર્દોષ બાળકી પાસેથી માઁની મમતા છિનવી લાધી છે. આ હત્યાની ઘટનાને પગલે શાહીબાગ પોલીસ આરોપીઓને ઝડપી લીધા હતા.

બુધવારે બપોરે જ્યારે ફરિયાદી અને તેની મૃતક પત્ની ઘરે હતા. ત્યારે બન્ને યુવકોએ હથિયાર વડે હુમલો કરી પરણિતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ તેના પતિને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ધવલ ઉર્ફે ભવ્ય અને હિમાંશુ નામના બે યુવક સહિત તેના પિતા મનોજ અને માતા ચંદ્રિકા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પિતાના પ્રોત્સાહનના કારણે બન્ને યુવકો ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરાયા હોવાનું પાડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details