અમદાવાદ:અમદાવાદનો છારાનગર વિસ્તાર દારૂ માટે બદનામ છે. અહીં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે, પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. સફેદ ડ્રગ્સના કાળા કારોબારમાં હવે મહિલાઓ પર સામેલ(Women are now involved in the drugs business) થઈ ગઈ હોય તેવા એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. SOGએ છારાનગરથી વધુ એક મહિલા ડ્રગ ડિલરને(woman drug dealer) ઝડપી પાડી છે. SOGએ(Special Operations Group) તેની પાસેથી 1.47 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
14 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે 14 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે: થોડા દિવસ પહેલા જ ખાનપુરમાંથી SOG ક્રાઈમે ડ્રગ્સની હેરાફેરી કરતી મુંબઈની યુવતી સહિત 4 આરોપીઓ ઝડપ્યા હતા ત્યાં હવે છારાનગરમાંથી અફસાના બાનુ શેખ નામની મહિલાની ડ્રગ્સની સોદાબાજીના ધરપકડ કરાઈ છે. આરોપી મહિલાના ઘરમાંથી પોલીસે 1.41 લાખનું 14 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધુ. આરોપી મહિલા બે-એક વર્ષથી ઘરે બેસીને જ ડ્રગ્સની પડીકીઓ વેચતી હતી. તેની પાસે રોજના આઠથી દસ ગ્રાહકો આવતા અને ડ્રગ્સની પડીકીઓ લેતા. જેમાં આ મહિલા 5 થી 10 હજાર રૂપિયા કમાતી.
બાળકના ઉછેર માટે ડ્રગ્સનું વેચાણ: પ્રાપ્ત વિગતો પ્રમાણે આ મહિલા પતિથી અલગ થઈ ગયા બાદ બાળકનું ભરણપોષણ કરવા માટે ડ્રગ્સ વેચતી હતી. જેના ખર્ચ અને ઉછેર માટે તેને રૂપિયાની જરૂર હતી પણ કોઈ કામ મળતું ન હતું એટલે તે ડ્રગ્સનો નાનો નાનો જથ્થો ભેગો કરીને તેના ડોઝ બનાવતી હતી. જે ડોઝ લેવા માટે ડ્રગના કસ્ટમરો તેના ઘરે આવતા હતા. આ સમગ્ર રેકેટ ઘણા સમયથી ચાલતું હતું. આ મહિલાનું નામ અફસાના બાનુ અબ્દુલ મુનાફ શેખ છે. આ મહિલા કઈ રીતે ડ્રગ્સ ડીલિંગ કરતી હતી અને એના કસ્ટમર કોણ હતા તે શોધવા માટે SOGએ તપાસ હાથ ધરી છે. એની પાસેથી 1.47 લાખનું ડ્રગ્સ મળી આવ્યું છે. જેની તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે.
આરોપીની શોધખોળ શરૂ: એસઓજી ક્રાઈમ બ્રાન્ચએ વધુ તપાસ કરી તો આ ડ્રગ્સ મહિલા આરોપીને કિશુ ઉર્ફે કાણીયા નામનો વ્યક્તિ આપતો હતો. જે આરોપીની હાલ શોધખોળ શરૂ કરાઇ છે. તો આરોપી મહિલાની સાથે આ વિસ્તારમાં ડ્રગ્સ વેચનાર અન્ય કેટલા લોકો છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે. પોલીસની આ કામગીરીથી એક વાત સ્પષ્ટ છે કે દારૂની ફેક્ટરીઓ વચ્ચે હવે અહીં ડ્રગ્સનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે અહીંના વિસ્તારમાંથી દારૂ ન પકડતી પોલીસ વધુ ને વધુ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી નશાની દુનિયા સાફ કરી શકે છે કે કેમ તે જોવું રહ્યું.