ગુજરાત

gujarat

ETV Bharat / state

Woman dies in hospital: અમદાવાદની ચૌધરી હોસ્પિટલમાં મહિલાનું મોત, પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો લગાવ્યો આરોપ - મહિલાનું હોસ્પિટલમાં મોત

અમદાવાદ શહેરના નરોડા રોડ પર આવેલી (Woman dies in hospital)ચૌધરી હોસ્પિટલમાં એક મહિલાનું મોત થયું છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયું છે. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ફરિયાદના (Ahmedabad Naroda Police)આધારે તપાસ શરૂ કરી છે.

Woman dies in hospital: અમદાવાદની ચૌધરી હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિવારે હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કર્યો
Woman dies in hospital: અમદાવાદની ચૌધરી હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિવારે હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કર્યો

By

Published : Apr 5, 2022, 5:23 PM IST

અમદાવાદઃશહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં નરોડા રોડ પર આવેલી (Naroda Saijpur Bogha area )ચૌધરી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. આ મામલે પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. શહેરના મેઘાણીનગર(Ahmedabad Naroda Police) વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી સંત કોલોનીમાં રહેતા રાહુલ દિવાકર તેમની માતા મંજુદેવી (આશરે ઉં.વ.45)ની તબિયત ખરાબ થતાં અમે તેઓને સારવાર માટેનરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કર્યો

ડોક્ટરો કહ્યું હાર્ટએટેક મૃત્યુ થયું - રાત્રે હોસ્પિટલમાં તેઓને ડૉક્ટરે (Woman dies in hospital)બ્લડ ચઢાવવાનું કહ્યું હતું અને અન્ય ડોક્ટરે ઇન્જેકશન લગાવવા માટે કહ્યું હતું. અમે લોહીનો રિપોર્ટ માંગ્યો તો અમને રિપોર્ટ આપ્યો નહીં અને જેમતેમ કરીને કોઈ સારવાર કરી હતી અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે. તેઓની પાસે અમે બધા રિપોર્ટ માગીરહ્યા છીએ, પરંતુ રિપોર્ટ આપી રહ્યા નથી.

આ પણ વાંચોઃધાનેર: ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત, મૃતકના પરિવારનો હોસ્પિટલમાં હંગામો

ડોક્ટરો કહ્યું હાર્ટએટેક મૃત્યુ થયું - વધુમાં તેઓ આક્ષેપ કર્યો હતો કે તેઓએ ખોટી સારવાર કરતા મારા ભાભીનું મૃત્યુ થયુ છે અને તેઓની પાસે અમે તેમને જે પણ દવા કરી તેની માહિતી અને રિપોર્ટ માંગીએ છીએ તો આપી રહ્યા નથી. જેથી અમે પોલીસને જાણ કરી છે. પોલીસ અહીં આવી છે. ડોક્ટરો હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું કહે છે. તેમની પાસે અમે રિપોર્ટ માગતા તેઓ હવે અમને પોલીસને અમે રિપોર્ટ આપીશું તેમ કહે છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવી પ્રક્રિયા કરીશું.

આ પણ વાંચોઃપરિવારનો આક્ષેપ: વડોદરાની વેદાંત હોસ્પિટલમાં ડોક્ટરની બેદરાકારીથી સગર્ભા મહિલાનું ડિલિવરી બાદ મોત

ABOUT THE AUTHOR

...view details