માધુપુરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિના ત્રાસથી કંટાળી સાત ભવનો વાયદો 6 મહિનામાં તૂટયો અમદાવાદ:આત્મહત્યાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કાળ પછી આત્મહત્યા, હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ મહિલાઓના મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઇને કોઇ કારણથી મહિલાઓ કંટાળીને આત્મહત્યાનો રસ્તો અપનાવી રહી છે. ફરીવાર અમદાવાદમાં આવેલા માધવપુરા વિસ્તારમાં એવો જ બનાવ સામે આવ્યો છે. પ્રેમ લગ્નના થોડા સમયમાં જ પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરી છે.
રાજી ખુશીથી દીકરીના લગ્ન:આ અંગે ગાંધીનગરમાં રહેતા ભાવિન પરમાર નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. ડિસેમ્બર 2022 માં તેની બહેન ઘરે પાળેલા લેબ્રાડોર કૂતરાને પોતાની સાથે લઈને જતી રહી હતી. જેથી તે મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે બહેનની શોધખોળ કરતા હતાં, ત્યારે આશરે એક અઠવાડિયા બાદ તેઓને મોટા બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેની બહેને તેઓના બાજુમાં રહેતા હિમાલય મહેરીયા નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા છે. જેથી તેઓએ બહેન સાથે સમાધાન થતાં ઇદગાહ મસ્જિદ પાછળ ફુલહાર કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં પરિવાર રાજી ખુશીથી દીકરીના લગ્ન કર્યા હતા.
ઘરે આવતી જતી:લગ્ન બાદ યુવતી તેના ભાઈના ઘરે ગઈ ન હતી. પરંતુ માતા-પિતાના ઘરે આવતી જતી રહેતી હતી. તારીખ 19 મે 2023 ના રોજ રાત્રીના સમયે ફરિયાદી ચાંદખેડા વિસ્તારમાં હતા. ત્યારે તેના પિતાએ ફોન કરીને તેની બહેન બેભાન થઈ હોય તેવું કહીને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. ફરિયાદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા તેઓની બહેનને ડોક્ટર મૃત જાહેર કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. તે વખતે ફરિયાદીના પિતા અને નાનો ભાઈ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી અનુસાર: ફરિયાદીએ બહેનની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી બહેનની અંતિમ વિધિમાં રોકાયા હતા. ત્યારે માતા પિતાએ જણાવ્યું હતું કે યુવતી તેના પતિ હિમાલય લગ્ન કર્યા બાદથી વારંવાર નાની-નાની બાબતોમાં હેરાન કરી તેમ જ કામકાજ અને ઘર ખર્ચ માટે પૈસા ન આપી અને અવારનવાર તેઓની પાસે પૈસાની માંગણી કરી અને પૈસા લઈ જતો હતો.
"આ અંગે મૃતકના ભાઈ ની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ટીમ કામે લગાડવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે"-- આઈ.એન ઘાસુરા (માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ)
દીકરી સાથે માર જોડ:આઈ.એન ઘાસુરા માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે પૈસા ન આપે તો ઘરે જઈને તેમની દીકરી સાથે મારપીટ કરતો હતો. તેના પર શક વહેમ રાખતો હતો. સાથે જ ઘરે આવીને અવારનવાર મોબાઇલ ચેક કરતો હોય જે બાબતે દીકરીને ત્રાસ આપતો હતો. તેથી આ સમગ્ર બાબતને લઈને તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં હિમાલય મહેરીયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
દવાખાને લાવ્યા:બહેનના પતિ હિમાલયને આ બનાવ વિશે પૂછતા પોલીસને તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 19 મે 2023 ના રાત્રિના 9 વાગે તે દૂધ લેવા નીકળ્યો હતો. લિફ્ટ આગળ પહોંચ્યો ત્યારે ઘરના અંદરના રૂમનો દરવાજો પત્નીએ એકદમથી બંધ કરી લેતા અવાજ આવતા તે તરત જ દોડીને ઘરે ગયો હતો. ઘરનો દરવાજો પકડાવતા અંદરથી બંધ હોય જે દરવાજો ખવડાવવાનું ચાલુ રાખતા ખુલી જતા રૂમમાં જોતા પત્નીએ આત્મહત્યા કરેલી હાલતમાં દેખાતા તેને દવાખાને લાવ્યા હોવાની હકીકત જણાવી હતી.