અમદાવાદઅમદાવાદના દાણીલીમડામાંથી એક મહિલા સહિત બે શખ્સોની ગેરકાયદેકફ સીરપની હેરાફેરીમાં ધરપકડ ( Ahmedabad Crime Branch Arrest ) કરવામાં આવી છે. શહેર એસઓજી ક્રાઈમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજીના પીઆઈ ચિરાગ ગોસાઈની ટીમે બાતમીના આધારે નાઝીયા શેખ ( woman caught selling illegal cough syrup )નામની મહિલા તેમજ તેના દિયર મોહસીનખાન શેખને ઝડપી પાડી કફ સીરપની બોટલો કબ્જે કરી છે.
દાણીલીમડામાં ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ, જૂઓ કેટલી પકડાઇ બોટલો - શહેર એસઓજી ક્રાઈમ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી એક મહિલા સહિત બે શખ્સોની ગેરકાયદે કફ સીરપની હેરાફેરીમાં ધરપકડ ( Ahmedabad Crime Branch Arrest ) કરવામાં આવી છે. શહેર એસઓજી ક્રાઈમ નાઝીયા શેખ નામની મહિલા અને તેના દિયર મોહસીનખાન શેખને ઝડપી પાડી કફ સીરપની બોટલો ( woman caught selling illegal cough syrup ) કબજે કરી છે.
![દાણીલીમડામાં ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ, જૂઓ કેટલી પકડાઇ બોટલો દાણીલીમડામાં ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ, જૂઓ કેટલી પકડાઇ બોટલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17001935-thumbnail-3x2-crime.jpg)
25 બોટલો કબજે દાણીલીમડામાં ખજૂરી બેરલ માર્કેટ પાસે અબ્બાસ ટેનામેન્ટ સોસાયટીમાં જાહેર રોડ ઉપર મહિલા આ કફ સીરપનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડતા મહિલા ઝડપાઈ ( Ahmedabad Crime Branch Arrest ) હતી. જે બાદ તેનો દિયર પણ આ ગુનામાં સામેલ હોવાનું ધ્યાને આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. મહિલા આરોપી ( woman caught selling illegal cough syrup )પાસેથી CODEIN PHROSPHRATE ધરાવતી ગેરકાયદે કફ સીરપની 25 બોટલો કબજે કરવામાં આવી હતી. આરોપીઓ અંગત આર્થિક ફાયદા માટે આ કફ સીરપની બોટલો લાવી તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તેવામાં એસઓજી ક્રાઈમે આરોપી સામે ગુનો દાખલ કરી ( Ahmedabad Crime ) પૂછપરછ હાથ ધરી છે.
અન્ય આરોપીઓ અંગે તપાસ શરૂઅત્યાર સુધી દારૂ જુગારના ગેરકાયદે કામમાં મહિલાઓના નામ સામે આવતા હતાં અને થોડા સમય પહેલા ડ્રગ્સના કેસમાં આમીના ડોનનું નામ ખુલતાં તેને જેલહવાલે( Ahmedabad Crime ) કરવામાં આવી છે. તેવામાં આ ગુનામાં ઝડપાયેલી નાઝીયા શેખ ( Ahmedabad Crime Branch Arrest ) તેના દિયર થકી છેલ્લા 3 મહિનાથી સીરપનું વેચાણ ( woman caught selling illegal cough syrup )કરતી હતી. આ મામલે SOG એ બંને આરોપીઓની પૂછપરછ કરી આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.