ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: અનલોક-1 શરૂ થતાં શહેરના અનેક બ્રિજ ખોલવામાં આવ્યા - latest news in Ahmedabad

દેશ અને રાજ્યમાં આજથી અનલોક-1ની શરૂઆત થઈ થયું છે. જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન જે બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા, તે અનલોક-1માં ખોલી દેવામાં આવ્યા છે. તેમજ લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ છે.

Ahmedabad Unlock 1
અમદાવાદ અનલોક 1

By

Published : Jun 1, 2020, 11:57 AM IST

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ વિસ્તારથી જોડતા અનેક બ્રિજ કોરોના વાઇરસના સંક્રમણ બાદ બંધ કરવામાં આવ્યા હતા. તે બ્રિજ હવે લોકોની અવરજવર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અગાઉ લોકોની અવરજવર માટે 2 બ્રિજ ખુલ્લા હતા, અને તેમાં લોકોનું સ્ક્રિનિંગ કરીને જવા દેવામાં આવતા હતા. ત્યારે આજે તમામ બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા છે. શહેરમાં બ્રિજ ખુલ્લા મુકવામાં આવતા લોકોની અવરજવર વધી છે, અને બ્રિજ ખુલતા અન્ય રસ્તાના ટ્રાફિકમાં પણ ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ અનલોક 1 શરૂ થતાં શહેરના અનેક બ્રિજ ખોલવામાં આવ્યા

ABOUT THE AUTHOR

...view details