અમદાવાદના તિબેટિયન માર્કેટમાં ગરમ વસ્ત્રોની ધૂમ ખરીદી અમદાવાદ:શિયાળા ઋતુની શરૂઆત થતાની સાથે જ ગરમ કપડાનું બજાર ગરમ થવા લાગે છે. ઠંડીથી રક્ષણ માટે લોકો વિવિધ વેરાઈટીમાં લોકો ગરમ કપડાની ખરીદી કરે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં ગરમ કપડાં માટે તિબેટિયન માર્કેટે આક્રર્ણણ જમાવ્યું છે. આ વર્ષે રિવરફ્રન્ટ અને હેલમેટ સર્કલ પર તિબેટિયન માર્કેટના સ્ટોલ લાગ્યા છે. દર વર્ષની જેમ માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. વિવિધ હાથ-પગના મોજાં, માથાની ટોપી, જેકેટ, સ્વેટર્સ, ગરમ ટ્રેક પેન્ટ સહિત અનેક વેરાઈટી ઉપલબ્ધ છે.
દુકારનદાર જણાવી રહ્યા છે કે દર વર્ષ કરતાં આ વર્ષે ગ્રાહકોની સંખ્યા વધારે છે. અમે વર્ષોથી ગુજરાતમાં સ્ટોલ લગાવતાં હોવાથી થોડું ઘણું ગુજરાતી પણ શીખી ગયા છીએ. આગામી વર્ષોમાં પણ ગુજરાતીઓ આવો જ પ્રેમ આપતાં રહે અને ખરીદી કરે.
'અહીં જોઈતા ગરમ વસ્ત્રો મળી રહે છે. જો કે, આ વર્ષે ભાવમાં પણ થોડો વધારો છે. સામાન્ય રીતે 700થી 800થી ભાવ શરૂ થાય છે. પરંતુ તેની સામે ક્વોલિટી પણ સારી હોય છે અને આ વસ્ત્રો તિબેટના ઠંડા પ્રદેશમાં બનતા હોવાથી ઠંડીની સામે તો રક્ષણ આપે જ છે.' - ગ્રાહક
ગરમ વસ્ત્રોનું વેચાણ કરીને રોજગારી:આમ જોઈએ તો તિબેટીન માર્કેટ બંને પક્ષની જરૂરિયાત છે. એક તો તિબેટના લોકો અહીં ગરમ વસ્ત્રોનું વેચાણ કરીને રોજગારી અને ધંધો મેળવીને આજીવિકા મેળવે છે અને બીજી બાજું અમદાવાદીઓને બહાર કરતા સસ્તા ભાવે વિવિધ ડિઝાઈનના ગરમ વસ્ત્રો ઘર આંગણે જ મળી રહે છે.
- દલાઈ લામા બેટરી સંચાલિત ઈ-રિક્ષામાં મહાબોધિ મંદિર પહોંચ્યા, બોધિ વૃક્ષ નીચે વિશેષ પૂજા કરી
- મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરાઈ