- ઘાટલોડિયા કાર્યાલય કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
- ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવા ટોળે ટોળા ઉમટ્યા
- નવા CMને કોર્ડન કરવા પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી
અમદાવાદ: જિલ્લામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો.. મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો એકબાદ એક ઘાટલોડિયાના કાર્યાલય પહોંચ્યા હતા. ગુજરાતમાં ધારાસભ્ય બન્યા બાદ જે ખુરશી પર બેસી લોકોના કામ કરતા હતા. તેઓ આજે CM લોકોમાં આનંદ જોવા મળી રહેતો હતો. ઢોલ નગારા સાથે લાખોના ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:હર હંમેશ મારી પર આનંદીબેન પટેલના આશીર્વાદ રહ્યા છે અને રહેશે: ભુપેન્દ્ર પટેલ
નવા CMને કોર્ડન કરવા પોલીસને ઉઠાવી પડી ભારે જહેમત
નવા CM ભુપેન્દ્ર પટેલ પોતાના મતક્ષેત્ર ઘાટલોડિયા વિધાનસભાના કાર્યાલય પહોંચ્યા ત્યારે ત્યાં પહેલાથી જ મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત હતા. પોલીસ દ્વારા અનેક વખત તેઓને સાઈડ કરવામાં આવ્યા તેમ છતાં CMને અભિનંદન પાઠવવા માટે પ્રોટોકોલ જાળવી રખાતો ન હતો. જો.કે અંતે ભુપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે તેમને કોર્ડન કરવા અનેક મુશ્કેલીજનક પરિસ્થિતિનો પોલીસે સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતના નવા CM ભુપેન્દ્ર પટેલ કાર્યલય પહોંચતાની સાથે લોકોમાં ઉત્સાહનો માહોલ આ પણ વાંચો:નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા
ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જ લોકોમાં ઉત્સાહ વધ્યો
સામન્ય દિવસોમાં વાતચીત કરતા અને મળતા ભુપેન્દ્ર પટેલ જ્યારે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યપ્રધાન પદના કોનવેમાં પોતાના ઘાટલોડિયા મતક્ષેત્ર વિસ્તારના કાર્યલય પહોંચ્યા ત્યારે તેમની એક ઝલક અને તેમને અભિનંદન પાઠવવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.