અમદાવાદમાં નવા 18 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સાથે, શહેરમાં કુલ 237 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન
અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી અમદાવાદ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં નવા 18 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સાથે, શહેરમાં કુલ 237 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન
અમદાવાદ: કોરોના અસરગ્રસ્ત વિસ્તારને ધ્યાનમાં રાખી, આજે શહેરમાં 15 જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 18 નવા વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં 229 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે.