ગુજરાત

gujarat

ETV Bharat / state

Winter in Gujarat:ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ‘કોલ્ડવેવ’ની આગાહી કરી - બે દિવસ ઠંડીમાં વધારો

હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો (Winter in Gujarat)જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે(Gujarat Meteorological Department ) કરી આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીમાં ધીમે ધીમે વધરો થશે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો અમુભવ થશે.આમ ત્રણ દિવસ ઠંડી બાદ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે.

Winter in Gujarat:ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ‘કોલ્ડવેવ’ની આગાહી કરી
Winter in Gujarat:ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ‘કોલ્ડવેવ’ની આગાહી કરી

By

Published : Dec 17, 2021, 8:20 PM IST

અમદાવાદઃહાલગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat Meteorological Department ) આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીમાં ધીમે ધીમે વધરો થશે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની (Coldwave forecast for Saurashtra and North Gujarat)આગાહી કરી છે ત્યારે ઠંડીની સાથે સાથે પવનની ગતી પણ સામાન્ય રહેશે ,જેથી લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. હાલ ગુજરાતમાં ડ્રાય વેધર રહેશે તો ક્યાંય પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી.

Winter in Gujarat:ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ‘કોલ્ડવેવ’ની આગાહી કરી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો

હવામાન વિભાગદ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો અમુભવ થશે.આમ ત્રણ દિવસ ઠંડી બાદ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે. ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારાનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ શહેરોમાં વધારે અનુભવ થશે

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં નલિયા,કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં ઠંડીના ચમકારોનો અનુભવ થશે, જ્યારે નલિયામાં હાલ 5 ડીગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધી ઠંડીનો અનુભવ થશે,ત્યાર બાદ 10 ડીગ્રી તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નલિયામાં 5 ડીગ્રી તાપમાન

હાલ નલિયામાં 5 ડીગ્રી તાપમાન છે અને બાદમાં બે દિવસ 6 ડીગ્રી તાપમાન રહશે, જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 11થી 10 ડીગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અને ગાંધીનગરમાં અને બનાસકાંઠામાં પણ ઠંડીના ચમકારોનો અનુભવ થશે.

આ પણ વાંચોઃGSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃCompetitive Exam Paper Leak Case: સાબરકાંઠામાંથી વધુ 2 કાર મળી, ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને SPને ઈ-મેલ કરતા મામલો ગરમાયો

ABOUT THE AUTHOR

...view details