અમદાવાદ : ગુજરાતમાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વાતાવરણમાં પણ ઠંડીનો સારો ચમકારો (winter due school timings Change) જોવા મળે છે, ત્યારે અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એટલું જ નહીં હમણાંથી વેસ્ટ ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Cold weather in Ahmedabad)
આ પણ વાંચોરાજ્યમાં ઠંડીએ કર્યો પગપેસારો, લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
શું સમય નક્કી કરાયો અમદાવાદમાં હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં ઠંડીને લઈને સ્કૂલો 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં નવા સમય પ્રમાણે સવારની પાળી સવારે 7:55 વાગે શરૂ થશે. જ્યારે બપોરની પાળીની સ્કૂલો બપોરે 12:35 વાગે શરૂ થશે એટલે કે બંને પાળી 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે અને આ નિર્ણય ઠંડીના કારણે લેવામાં આવ્યો છે. (Time Change Primary School in Ahmedabad)
આ પણ વાંચોસરહદી વિસ્તારમાં ઠંડીનો ચમકારો, નલિયા રાજ્યનું શીતમથક બન્યું
ધૂપ અને છાયાનું વાતાવરણમહત્વનું છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસોમાં અમદાવાદમાં ધૂપ અને છાયાનું વાતાવરણ રહેશે. જેને કારણે ઠંડીનો પારો પણ 19થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં ડબલ ઋતુનો અનુભવ થવાની શક્યતાઓ છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. (Change school timings due winter in Ahmedabad)