શહેરમાં આવેલા હિરાવાડી વિસ્તારની અંજનપાર્ક સોસાયટીમાં રહેતા આશાબેન પ્રજાપતિના લગ્ન વર્ષ 2007માં નિલેશભાઈ સાથે થયા હતા. ત્યારબાદ છેલ્લા છ મહિનાથી પતિ અને સાસરિયા દ્વારા પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેને લઈને આ અગાઉ પણ અંજનાબેન દ્વારા ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
PUBG રમવાની મનાઇ ફરમાવતા પતિએ પત્નીને માર્યો માર, પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ - husband
અમદાવાદ: શહેરમાં આવેલા હીરાવાડી વિસ્તારમાં PUBG ગેમને લઈને અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિને PUBG ગેમ રમવાની પત્નીએ ના પાડતા પતિ દ્વારા પત્નીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પત્નીની લાગણી દુભાતા તેણી દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મંગળવારની રાત્રે 11 કલાકે નિલેશભાઈ મોબાઈલમાં PUBG ગેમ રમતા હતા. ત્યારે અંજનાબેને ગેમ રમવાની ના પાડતા નિલેશભાઈએ અંજનાબેનને માર માર્યો હતો. સાથે જ સાસુ સસરાએ પણ અંજનાબેનને અપશબ્દો બોલ્યા અને તું અમને ગમતી નથી અને હવે છૂટાછેડા જોઈએ છે વગેરે કહ્યું હતું.
આ બધું સાંભળ્યા બાદ અંજનાબેનને મનમાં લાગી આવતા તેઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિ અને સાસુ-સસરા દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અંજનાબેન દ્વારા પતિ અને સાસુ-સસરા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.