ગુજરાત

gujarat

ETV Bharat / state

સાત ભવનો વાયદો 7 દિવસમાં તૂટી ગયો, પતિએ છૂટાછેડા માંગતા પત્નીએ દવા પીધી

અમદાવાદમાં પ્રેમ લગ્નના 7 દિવસમાં પતિએ માંગ્યા છૂટાછેડા જેના કારણે પત્નીને લાગી આવતા આત્મહત્યા (Wife committed suicide in Ahmedabad) કરી હતી. પતિએ છૂટાછેડા માટે દબાણ કરીને ધમકીઓ આપતા યુવતીએ આત્મહત્યા (Suicide case in ahmedabad) કરી હોવાનું સામે આવ્યું છે.

સાત ભવનો વાયદો 7 દિવસમાં તૂટી ગયો, પતિએ છૂટાછેડા માંગતા પત્નીએ દવા પીધી
સાત ભવનો વાયદો 7 દિવસમાં તૂટી ગયો, પતિએ છૂટાછેડા માંગતા પત્નીએ દવા પીધી

By

Published : Dec 26, 2022, 4:56 PM IST

અમદાવાદ લગ્ન જીવનના સાત સફરના વાયદાઓ હવે ખુબ જ ઓછા દિવસોમાં પુરા થઇ રહ્યા છે. કેમકે અમદાવાદમાં એક કિસ્સોએવો બન્યો છે કે જેને વાંચીને તમને સાત ભવના વાયદાની વાત ગળે નહી ઉતરે. અમદાવાદના સરખેજમાં નોંધાયેલા આવા જ એક કિસ્સામાં માત્ર એક સપ્તાહના લગ્ન જીવનમાં ઘરેલુ હિંસાની બાબત સામે આવી છે.

સાત દિવસના લગ્નઃઅમદાવાદના સરખેજ (Suicide case in ahmedabad) વિસ્તારમાં યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાતનોપ્રયાસ (Wife committed suicide in Ahmedabad) કરતા સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. જેમાં પોલીસે તપાસ કરતા માત્ર સાત દિવસના લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા અને પત્નીએ પતિને લગ્નના ત્રીજા દિવસે જ અન્ય યુવતી સાથે જોતા પતિએ છૂટાછેડા માટે દબાણ કરીને ધમકીઓ આપતા યુવતીએ આત્મહત્યા (Wife committed suicide in Ahmedabad) કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયસરખેજ વિસ્તારમાં રહેતી (Woman Suicide Case Ahmedabad) અને એક ફેક્ટરીમાં નોકરી કરતી યુવતીને બે અઢી વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે પરિચય થયો હતો. બંને એકબીજા સાથે ચેટિંગ કરતા હતા અને મિત્રો બનતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીને પ્રેમી સાથે લગ્ન કરવા હોય પરંતુ તેના માતા પિતા તેના માટે લગ્નની વાતચીત કરવા લાગતા તેણે પ્રેમીને જાણ કરતા તેણે કોર્ટ મેરેજ કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો મહંત સાથેના આડાસંબંધોથી કંટાળી પત્નીની છાતીએ બેસી ગળું દબાવી દીધુ

પ્રેમ લગ્ન કર્યાતારીખ 15 ડિસેમ્બર 2022 ના રોજ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં લગ્નના તમામ કાગળો યુવતીના પતિએ તેની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ યુવકે યુવતીને મકાન ખરીદી લીધા બાદ સાથે રહેવાની વાત કરી હતી. જેના કારણે યુવતી તેના માતાપિતાના ઘરે જતી રહી હતી. લગ્નના ત્રીજા દિવસે એટલે કે તારીખ 17 ડિસેમ્બર 2022 ના રોજ યુવતી નોકરી પર હતી. ત્યારે બપોરના સમયે તેના પતિને મોટરસાયકલ ઉપર એક યુવતીને બેસાડીને જતા તેણે જોઇ હતી. એટલે બીજા દિવસે તેણે પતિને ફોન કરીને યુવતી સાથે ક્યાં જતો હતો. તેવું પૂછતા તેણે કોઈ યુવતી સાથે ગયો ન હોવાની વાત કરી ઝઘડો કર્યો હતો.

ખોટી રીતે હેરાન કરીજે બાદ દરરોજ યુવતીનો પતિ તેને ફોન કરીને ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તારીખ 23 ડિસેમ્બર 2022 ના બપોરના સમયે યુવતી ઘરે હતી. ત્યારે તેને ફોન કરીને પતિએ હવે તારી સાથે રહેવું નથી અને તું મને તાત્કાલિક છૂટાછેડા આપી દે અને છુટાછેડા ન આપવા હોય તો મરી જા. અને આ બાબતે પોલીસમાં ફરિયાદ કરીશ તો તારા મમ્મી પપ્પા અને બહેન બનેવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે યુવતી માનસિક તણાવમાં આવી ગઈ હતી. તેના પ્રેમલગ્નને એક સપ્તાહ થયો હોય અને લગ્નની જાણ પણ હજુ કોઈને ન કરી હોય અને પતિ આવી રીતે છૂટાછેડા આપવાનું કહેતો હોવાથી તેને લાગી (Woman Suicide Case Ahmedabad) આવ્યું હતું. આત્મહત્યા સમય દરમિયાન યુવતીના માતા-પિતા ઘરે આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં યુવતીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

તજવીજ હાથ ધરીઆ મામલે સરખેજ પોલીસે(Sarkhej Police Ahmedabad) યુવતીના પતિ સામે ઘરેલુ હિંસાનો ગુનો દાખલ કરી તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. પ્રેમ લગ્નના માત્ર સાત દિવસમાં મામલો આપઘાતના પ્રયાસ સુધી પહોંચી જતા પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કરીને ફરીવાર આ પ્રકારનું કોઈ પણ પગલું ન ભરવા માટે સમજાવી અને તેના પતિ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સરખેજ પોલીસ મથકના PI વી.જે જાડેજાએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના પતિના પકડાયા બાદ આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details