દારૂ-જુગાર અને ગાંજો ચરસ જેવી બદીઓ દુર થાય તે માટે સરકાર અને પોલીસ ઘણા પ્રયત્નો કરી રહી છે. પરંતુ નશાના રવાડે ચડેલા લોકો સસ્તી અને રોજિંદી જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પણ નશાના ઉપયોગ માટે લેતા થયા છે. આવો જ કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો હતો. એક કિશોરે જ્યારે પોતાના પિતા ને જ કહ્યું કે, હું જ્યાં સુધી આ વાઈટનર નથી સુંઘતો ત્યાં સુધી મજા નથી આવતી. જો કે, પિતાએ વાઈટનર ક્યાંથી લાવતો હોવાનું પૂછતા જનરલ સ્ટોરમાં આસાનીથી મળી રહેતું હોવાનું કહ્યું હતું. જેને લઇ ગંભીર બનેલા બાળકના પિતાએ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ... - વાઈટનર વહેંચનાર દુકાનદાર
અમદાવાદ: નશાના રવાડે ચઢેલા લોકો કેટલી નિમ્ન કક્ષાનો નશો કરતા થયા છે. તેનો અજુગતો કિસ્સો બાપુનગરમાં સામે આવ્યો છે. 16 વર્ષીય કિશોર વાઈટનરનો ઉપયોગ નશા તરીકે કરતો અને બેરોકટોક વાઈટનર વેચતા દુકાનદાર સામે કિશોરના પિતા ફરિયાદ કરતા બાપુનગર પોલીસે દુકાનદારની ધરપકડ કરી હતી અને 9 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
![વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ... વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5187988-thumbnail-3x2-amdabad.jpg)
વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...
હાલ પોલીસે દુકાનદાર પ્રફુલ જોશી નામના આધેડની ધરપકડ કરી દુકાનમાંથી 56 જેટલા વાઈટ નર પણ કબજે કર્યા છે, ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા છ માસથી પ્રફુલ જોશી બેરોકટોક વાઈટનરનું વેચાણ કરતો હતો ત્યારે પોલીસે હવે આખાય ષડયંત્રમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પરંતુ શહેરમાં સગીરવયના બાળકો વાઇટનર જેવા નશાના રવાડે ન ચઢે જેની વાલીઓ કાળજી રાખવી જરૂરી બની છે.