ગુજરાત

gujarat

ETV Bharat / state

MBBS કક્ષાના ડૉકટર્સને કોરોના ટેસ્ટ માટેની સત્તા ન આપવા અંગે હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો - Corona virus cases in Gujarat

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ઓછા પ્રમાણમાં થઈ રહ્યા છે તેવા આક્ષેપો વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે કે શા માટે MD કક્ષાના ડોકટરોને જ કોરોના ટેસ્ટનું નિદાન કરવાની સત્તા છે. આ મામલે વધુ સુનાવણી 10મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

MBBS કક્ષાના ડૉકટરોને કોરોના ટેસ્ટ માટેની સત્તા ન આપવા અંગે હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
MBBS કક્ષાના ડૉકટરોને કોરોના ટેસ્ટ માટેની સત્તા ન આપવા અંગે હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

By

Published : Jun 26, 2020, 5:53 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં તફાવત સામે આવ્યો છે કે ICMR દ્વારા MBBS કક્ષાના ડૉકટરોને કોવિડ-19 ટેસ્ટ માટેની સત્તા આપવામાં આવી છે તો ગુજરાત સરકારે શા કારણે ફક્ત MD ડૉકટર્સને જ સત્તા આપી?

અમદાવાદ મેડિકલ એસોસિએશને હાઈકોર્ટને જણાવ્યું હતું કે ગુજરાતની 6.5 કરોડની જનસંખ્યા પ્રમાણે દરરોજના 4.5 હજાર નહિ પરંતુ 40 હજાર કોવિડ19 ટેસ્ટ થવા જોઈએ.

ઉપરાંત, કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા ડૉકટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ ડૉકટરોની ટીમ વગેરેનું કોરોના ટેસ્ટિંગ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર થઈ શકે જે અંગે પણ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે અગાઉના આદેશમાં ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ માટે પરવાનગી આપી હતી. હાલ ગુજરાતમાં 19 ખાનગી લેબોરેટરી કોરોના ટેસ્ટ કરી રહી છે. રાજ્ય સરકાર પાસે હાલ કોઈ પણ ખાનગી લેબની પરવાનગી માગતી અરજી પેન્ડિંગ નથી.

કોરોના ટેસ્ટ મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details