અમદાવાદઃ થોડા દિવસ પહેલા 200 થી વધારે ડૉકટર ભાજપમાં (Bharatiya Janata Party)જોડાયા હતા. હવે 250 થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા (Professors joined BJP)છે. અગાઉ વકીલો, કલાકારો, ચાર્ટર એકાઉન્ટન્ટસ વગેરે ભાજપમાં(BJP Gujarat ) જોડાયા છે. આ સૌને ભાજપમાં જોડવા ભાજપના ડૉકટર સેલ, લીગલ સેલ વગેરેનો મહત્વનો ફાળો છે. પરંતુ ભાજપ કોના કહેવાથી અને શા માટે પ્રોફેશનલ્સને પોતાની સાથે જોડી રહ્યું છે ?
કોના કહેવાથી ભાજપ આમ કરી રહ્યું છે ? -ભાજપમાં(BJP) પ્રોફેશનલલિઝમ લાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પ્રબુદ્ધ નાગરિકોને ભાજપ સાથે જોડવા માટે આહવાન કર્યું હતું. વર્તમાન રાજકારણમાં પણ ભાજપ સૌથી પ્રોફેશનલ પાર્ટીછે. તેના જુદા-જુદા મોર્ચાઓ જેમ કે મહિલા મૉરચો, ખેડૂત મૉરચો, ઓબીસી મૉરચો, એસટી મૉરચો, એસસી મૉરચો, ડોકટર સેલ, લીગલ સેલ વગેરેએ આ વાત ઉપાડી લીધી અને બુદ્ધિશાળી નાગરિકોને ભાજપ સાથે જોડવાનું કાર્ય શરૂ કર્યું.
આ પણ વાંચોઃ'ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સુધારવી એ પ્રગતિ છે' : વસંત ભટોળે ભૂલ સુધારી
શાં માટે ભાજપ આમ કરી રહ્યું છે ? -રાજકીય વિશ્લેષક હેમંત શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, ભાજપ પહેલાથી ભણેલા-ગણેલા વર્ગને પોતાની તરફ વાળવાનું કામ કરતું આવ્યું છે. આ કોઈ નવી બાબત નથી. આ વર્ગ સમાજમાં પૈસાદાર અને પ્રભાવક વર્ગ છે. તે બીજા વર્ગ ઉપર ઓપિનિયન ઉભો કરી શકે છે. આ વર્ગ અન્ય સાથે સીધો જોડાયેલ હોય છે. કોઈ વ્યક્તિ વોટ આપવા જાય ત્યારે અમે પણ આવા બનવા ઇચ્છતા હોઈએ ત્યારે આ પાર્ટીને વોટ આપવો જોઈએ, તેવી છાપ તેના મનમાં ઉભી થાય છે. વળી આ વર્ગ જ ભાજપનો વોટર છે જે વધી રહ્યો છે. જેને વધુ સારી સુવિધાઓ જોઈએ છે.
બે તરફના ફાયદા -પ્રોફેશનલ લોકો જ્યારે કોઈ પાર્ટી સાથે જોડાય છે ત્યારે સામેથી પણ કેટલીક અપેક્ષાઓ રાખતા હોય છે. જેમ કે, વ્યાપારી વર્ગ બજેટમાં પોતાને લાભ મળે તેવી આશા રાખે છે. બીજી તરફ અનેક સ્કીમ અને કાયદા જુદા-જુદા પ્રોફેશનલ વર્ગને લાભ કરી આપે તેવા બનાવવામાં આવે એવી પણ આશા રખાય છે. સામે પક્ષે આ વર્ગો પાર્ટીને ડોનેશન પણ આપતા હોય છે. ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા વર્ગો શાસક પક્ષ સાથે જોડાવવાથી તેમના ઉપર ક્યારેય તલવાર લટકશે નહીં, તેવો ભાવ પણ તેમના મનમાં હોય છે.
આ પણ વાંચોઃGujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ
દરેક વ્યક્તિને રાજકારણમાં આવવાનો હક્ક -રાજકીય વિશ્લેષકો કહે છે કે, દેશના દરેક વ્યક્તિને રાજકારણમાં આવવાનો હક્ક છે. આથી જો દેશનો પ્રબુદ્ધ વર્ગ રાજકારણમાં આવે અને કોઈ પાર્ટી સાથે જોડાય તો તે સારી બાબત છે. રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જણાવે છે કે, રાજકારણમાં પોતાનો બેઝ વધારવા માંગતી પાર્ટી સામાન્ય વ્યક્તિથી લઈને પ્રોફેશનલસને પોતાની સાથે જોડે છે. પ્રોફેશનલ વર્ગ જેમ કે, ડોક્ટર શિક્ષક વગેરે સામાન્ય માણસોમાં એક ઈંફ્લુએનસરનું કાર્ય કરે છે. પરિણામે ચૂંટણીમાં પાર્ટીને વધુ બેઠકો મળે છે. આવા પ્રોફેસનલ્સને સરકારી ખાતાઓમાં સીધી નિમણૂક કે પ્રધાનપદ મળતું હોય છે. જેના અનુભવનો લાભ સરકારને મળે છે.
આવવું અને જબરદસ્તી લાવવામાં ફેર -સામાન્ય રીતે દેશનો બુદ્ધિજીવી અને પ્રબુદ્ધ વર્ગ પોતાના કામ સાથે જ નિસ્બત રાખતો હોય છે. રાજકારણમાં પડવું તેને યોગ્ય લાગતું નથી. કારણ કે, તેમ કરવાથી તેને લાભ ઓછો અને છબી ખરડાવવાનો ડર વધુ હોય છે. તેની પાસે રાજકારણને આપવા પૂરતો સમય પણ હોતો નથી. પરંતુ બદલાતા રાજકીય પરિપ્રેક્ષ્યમાં હવે લોકો રાજકારણમાં ભાગ લઈ રહયા છે. જેમાં પક્ષ સાથે વ્યકતિ ક્યારેક સામે ચાલીને, ક્યારેક માનથી તો ક્યાંક મજબૂરીથી જોડાય છે.