ગુજરાત

gujarat

ETV Bharat / state

લગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ? - ભારતીય સંસ્કૃતિ

ભારત દેશ વિવિધ સંસ્કૃતિથી ભરેલો દેશ છે. ભારતમાં વિવિધ ભાષા, ખાણી પીણી, રહેણીકહેણી, વેશભૂષા વેગેર ભારતીય સંસ્કૃતિંમાં વિશેષ મહત્વ છે. ત્યારે હિન્દુ ધર્મમાં લગ્ન જીવનનો સૌથી મોટો પડાવ છે. લગ્ન(Marriage) સાથે જોડાયેલા વિવિધ રિવાજો પણ જીવનમાં હર્ષ અને ઉલ્લાસ ભરતા હોય છે. ત્યારે લગ્નમાં પીઠી ચોળવાનો(Turmeric ritual) રિવાજ શુ છે તેના વિષે જાણીએ...

લગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ?
લગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ?

By

Published : Nov 19, 2021, 1:18 PM IST

  • લગ્નની રસમમાં છે પીઠી ચોળવાનો રિવાજ
  • લગ્નના આગલા દિવસે વર-વધુને ચોળાય છે પીઠી
  • પીઠીમાં હળદર, ચંદન સહિતના આયુર્વેદિક તત્વોનો સમાવેશ

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિ(Indian culture) અને ધર્મમાં સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલ છે. બાળકના જન્મથી લઈને મનુષ્યના મૃત્યુ સુધી તેના જીવનમાં આવતા દરેક મહત્વના પડાવ સાથે કરવામાં આવતી ધાર્મિક વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હિન્દૂ ધર્મમાં લગ્નનું મહત્વ

હિન્દુ ધર્મમાં લગ્ન જીવનનો(Married life) સૌથી મોટો પડાવ છે. લગ્ન સાથે જોડાયેલા વિવિધ રિવાજો પણ જીવનમાં હર્ષ અને ઉલ્લાસ ભરતા હોય છે. યુગલ પોતાના નવા જીવનની શરૂઆત ઈશ્વર અને વડીલોના આશીર્વાદ સાથે કરે છે. લગ્નના મુર્હતથી(moment of marriage) લઈને મંડપ મુહૂર્ત, ગણેશજીનું સ્થાપન, પીઠી ચોળવાની(Turmeric ritual) વિધિ, લગ્નની વિધિ સિક્કો રમાડવાની વિધિ વગેરેનું ધાર્મિક અને સામાજિક મહત્વ રહેલું છે.

પીઠી એક અલગ રિવાજ બની ચુક્યો છે

વિવિધ રિવાજો અને વિધિઓમાં પીઠી ચોળવાનું(pithi cholvano rivaj) પણ તેટલું જ મહત્વ રહેલું છે. ઉત્તર ભારતમાં તેને હલ્દીની રસમ(Turmeric ritual) કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ પીઠી ચોળવાના રિવાજનું અનેરૂ મહત્વ છે. એક આખો દિવસ આ રિવાજ ઉજવાય છે. આધુનિક સમયમાં તો આ માટેની સ્પેશિયલ ઇવેન્ટ પણ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને વધુના ઘરના લોકો સંગીતની સાથે પીઠી ચોળવાની પ્રથા કરતા હોય છે. જેમાં મહિલાઓ જ ભાગ લે છે.

શું હોય છે પીઠીની રસમમાં ?

લગ્નના આગલા દિવસે વર-વધુને પીઠી ચોળવામાં આવે છે. પીઠીમાં હળદર, ચંદન, મુલતાની માટી, ગુલાબજળ, અત્તર જેવા આયુર્વેદિક તત્વો ઉમેરવામાં આવે છે. હળદર ને શુદ્ધ અને સાત્વિકતાનું પ્રતીક માનવામાં આવે છે. પીઠી ચોળવાથી શરીરનો રંગ ઊઘડે છે અને શરીર પરનો મેલ દૂર થાય છે. વધુને તેના મોસાળ પક્ષના લોકો તેમજ પિયરના લોકો પીઠી ચોળતા હોય છે. જ્યારે ઘણી ક્ષત્રિય કોમોમાં સાસરીયા પક્ષ તરફથી કન્યા પીઠી અને કપડાં મોકલવામાં આવતા હોય છે.

કેવી રીતે શરૂ થયો રિવાજ ?

જૂના જમાનામાં લગ્ન કરવા જ્યારે વરરાજા એક ગામથી બીજા ગામ જતા ત્યારે તેમાં ખાસ્સો સમય લાગતો. તે સમયે આધુનિક વ્યવસ્થા ન હોવાથી અને ધૂળિયા રસ્તા હોવાથી શરીર પણ નિસ્તેજ બનતું. આથી પીઠી ચોળીને સ્નાન કરવાથી શરીર તેજમય બનતું. વળી તે સમયે જાનૈયાઓ રાત્રે રોકાણ કરતા હોવાથી મચ્છર જેવા જીવોના ઉપદ્રવથી બચી શકાતું.

પીઠીનું ધાર્મિક મહત્વ

હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા શરીર શુદ્ધિને મહત્વ આપવામાં આવ્યું છે. પીઠીને દેવોનો લેપ પણ કહેવામાં આવે છે. તેના દ્વારા શરીરમાં દેવ જેવી કાંતિ ઉત્પન્ન થાય, તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પીઠી અશુભ તત્ત્વોથી કન્યાની રક્ષા કરે છે, એવું પણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે

ABOUT THE AUTHOR

...view details