અમદાવાદ:નરોડા નરસંહાર મામલે સ્પેશિયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. નરોડા નરસંહારના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલાના આરોપી માયા કોડનાનીને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી.
કોણ છે માયા કોડનાની?: અયોધ્યાથી કાર સેવકોને લઈને આવેલી ટ્રેનના 6 કોચને આગચંપી કરાઈ હતી. જેમાં 57 જેટલા લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટના સામે તારીખ 28 ફેબ્રુઆરી 2002 માં નરોડા પાટિયા પાસે મુસ્લિમો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મામલો આખો અહીંથી શરૂ થયો જેમાં માયાબેનનું નામ સામે આવ્યું હતું. એ સમયે માયાબેન ભાજપના સભ્ય અને પ્રધાન મંડળમાં હતા. માયા કોડનાની પર એવા આરોપ હતા કે, તેમણે મુસ્લિમ ની હત્યા કરવા માટે લોકોને ઉશ્કેર્યા હતા. આ મામલે SITની રચના કરવામાં આવી હતી. તપાસ એજન્સી માયા કોડનાની સામે પણ તપાસ ચલાવી હતી. જેમાં એમના મોબાઈલ ફોનનો ડેટા અને નરોડા વિસ્તારના સ્થાનિકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Naroda Village Massacre: નરોડા હત્યાકાંડ મામલે બપોર પછી ચુકાદો, 68 આરોપી સામે ફેંસલો
મોદી મુખ્યપ્રધાન હતાઃઆ સમગ્ર કાંડ થયો એ સમયે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા. માયા કોડનાનીને વડાપ્રધાન મોદીની નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. માયા કોડનાની ભાજપ પક્ષમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા એ સમયે તેઓ પ્રધાન પદે રહી ચૂક્યા છે. એમના પર આ કેસ સંબંધિત એવા આરોપ હતા કે, તેમણે ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. માયાબેનનો પરિવાર ભાગલા પહેલા પાકિસ્તાનમાં આવેલા સિંઘ પ્રાંતનો રહેવાસી હતો. ભાગલા બાદ એમનો પરિવાર ગુજરાતમાં આવી રહેતો હતો.
આ પણ વાંચો Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત, સુરત કોર્ટે અરજી ફગાવી
ભાજપમાં ખૂબ લોકપ્રિય: નરોડા વિસ્તારમાં એમની એક હોસ્પિટલ પણ હતી. એ પછી તેઓ અમદાવાદના રાજકારણમાં આવ્યા અને છેક ધારાસભ્ય સુધીની કારર્કિદી બનાવી હતી. પણ આ કેસમાંથી તેમની નામને મોટા છાંટા ઉડ્યા હતા. પોતાની સ્પીચ ને કારણે તેઓ ભાજપમાં ખૂબ લોકપ્રિય રહ્યા હતા. 1998માં તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેઓ નરોડા વિસ્તારમાંથી ચૂંટાયા. ધારાસભ્ય તરીકે આવ્યા બાદ નરોડા વિસ્તારમાં કામ કર્યા હતા.
શુ હતો નરોડા કેસ:તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસ ટ્રેનમાં એસ-6 અને એસ-7 કોચને સળગાવવાનો બનાવ બન્યો હતો. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોનાં મૃત્યુ થયાં હોવાની વિગતો મળી હતી. ત્યારબાદ ગુજરાતમાં જે તોફાનો ફાટી નીકળ્યાં હતા. હિન્દું મુસ્લીમમાં વાદ વિવાદ જોવા મળ્યો હતો. આખા ગુજરાતમાં ધીમે ધીમે હિંન્સા ફેલાવા લાગી હતી. તારીખ 28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા ગામમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.માયાબેન કોડનાની, બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી સહિતના 86 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ આ કેસનો ચૂકાદો આવે તે પહેલા તો 17ના આરોપીઓના અગાઉ મોત થઇ ગયા છે. 21 વર્ષ બાદ આજે આ કેસમાં ચુકાદો આવી શકે છે.