ગુજરાત

gujarat

ETV Bharat / state

Hardik Patel quits Congress: હાર્દિક પટેલ ભાજપમાં કયા કારણોસર જોડાશે?

હાર્દિક પટેલે આજે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી (Hardik Patel quits Congress)દીધું છે. હવે સવાલ એ થાય કે હાર્દિક ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં. હાર્દિક પટેલ ગુજરાતની સેવા કરવા માંગે છે, એવું તેણે તેના પત્રમાં લખ્યું છે. સેવા કરવા માટે કઈ પાર્ટીમાં જોડાશે? ETV Bharatનો વિશેષ અહેવાલ…

Hardik Patel quits Congress: હાર્દિક પટેલ ભાજપમાં કયા કારણોસર જોડાશે?
Hardik Patel quits Congress: હાર્દિક પટેલ ભાજપમાં કયા કારણોસર જોડાશે?

By

Published : May 18, 2022, 5:16 PM IST

અમદાવાદઃ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે તેવા સંકેત એક મહિના અગાઉથી જ આપી દીધા હતા. અંતે આજે 18 મે, 2022ના રોજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પત્ર લખીને રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલનેઆગળ કરીને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાના સ્વપ્નો જોતી હતી, તે સ્વપ્ન તૂટી ગયું છે અને કોંગ્રેસે મોટો આંચકો અનુભવ્યો છે.

હાર્દિક પટેલની નારાજગી -આમ તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી સતત નારાજગીનો ભોગ બનતા આવ્યા હતા. સીનીયર લીડરોને હાર્દિક પટેલ ગમતા ન હતા, હાર્દિક પટેલની કાર્ય કરવાની પદ્ધતિ પણ ગમતી ન હતી. જેથી પ્રદેશ કોંગ્રેસે હાર્દિકને કોરાણે મુકી દીધા હોય તેવું વલણ અપનાવ્યું હતું. હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તો બનાવ્યા, પણ પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત આવી ત્યારે પાર્ટીમાંથી જ વિરોધ થયો. અને પછી જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા. બસ ત્યારથી હાર્દિક પટેલ વધુ નારાજ થયા હતા. કાર્યકારી પ્રમુખ નામનું પદ મારી પાસે છે, એમ કહીને તેણે મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.

પાટીદાર મતબેંક ભાજપની છે -કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે(Bharatiya Janata Party) કે પછી આમ આદમી પાર્ટીમાં?(Aam Aadmi Party)હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી ચાન્સ વધારે છે. કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવી પાર્ટી છે, અને ગુજરાતીઓ તેને સ્વીકારે કે ન સ્વીકારે તે પણ એક મોટો પ્રશ્ન છે. પાટીદાર મતબેંક ભાજપની છે, અને ભાજપની જ રહેશે. પાટીદાર નેતા હોવાના નાતે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીનો ઓપ્શન સ્વીકારશે નહી.

આ પણ વાંચોઃહાર્દિક પટેલનું રાજીનામું એ તેમના રાજકીય જીવનની સૌથી મોટી હાર : ધારાસભ્ય ભીખા જોષી

હાર્દિકે પત્રમાં કેન્દ્ર સરકારના વખાણ કર્યા -બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel)રાજીનામું આપ્યું તેની સાથે સોનિયા ગાંધીને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે, તેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અયોધ્યમાં શ્રીરામનું મંદિર હોય, CAA- NRCનો મુદ્દો હોય, જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની વાત હોય. દેશ આ મુદ્દાઓનો લાંબા સમયથી ઉકેલ ઈચ્છતો હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટી માત્ર આ મુદ્દા પર અડચણરૂપ બનતી હતી. કોંગ્રેસનું સ્ટેન્ડ માત્રને માત્ર કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું રહ્યું છે. એટલે કે હાર્દિક પટેલે પરોક્ષ રીતે કેન્દ્રમાં રહેલી ભાજપની સરકારના વખાણ જ કર્યા છે.

હાર્દિકનો ભાજપ પ્રેમ છલકે છે -હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શકયતાઓ છે. હાર્દિક પટેલના સાથીઓના કહેવા પ્રમાણે ભાજપમાં જોડાવા માટેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાર્દિક કેસરીયો ખેસ ધારણ કરશે, જો કે હજી તારીખ નક્કી થઈ નથી.

આ પણ વાંચોઃહાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"

મોદી આટકોટ આવે તે પહેલા હાર્દિકનો ભાજપ પ્રવેશ નિશ્વિત -વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના આટકોટ ગામે 28 મે, 2022ના રોજ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદઘાટનમાં આવી રહ્યા છે. જે કાર્યક્રમ પછી જાહેરસભા છે, અને તેમાં બે લાખ લોકોની મેદની એકઠી કરવાનું આયોજન છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે અને તે પહેલા તે ભાજપમાં જોડાઈ જશે.

કેસ પરત ખેંચવા ભાજપ સાથે ડીલ -ગુજરાત સરકારે પણ હાર્દિક પટેલ પ્રત્યે કુણુ વલણ દાખવ્યું છે. છેલ્લા છ મહિનાથી ગુજરાત સરકારે પણ હાર્દિક પટેલ અને પાટીદારો સામેના કેસ પરત ખેચવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ રામોલ તોડફોડના કેસમાં 21 જણને મુક્ત કરાયા હતા. હાર્દિક પટેલે ભાજપ સાથે ડીલ કરી હોવી જોઈએ કે મારી સામે કરેલા કેસ પરત ખેચો તો હું ભાજપમાં જોડાઈશ. અને તે જ કારણસર હાર્દિક પટેલનો ભાજપ પ્રેમ ઉભરાયો છે.

ABOUT THE AUTHOR

...view details