અમદાવવાદઃ વિશ્વના 70 દેશમાં ફેલાયેલા મંકીપોક્સ (monkeypox) વાયરસનો હવે ભારતમાં ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી નવી આફત નોંતરે નહીં તો સારુ. લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. મંકીપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં (monkeypox virus )વધારે પ્રમાણમાં ફેલાય છે. એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવાની જરુર છે. કેરળના કન્નુરમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે બીજા કેસની પુષ્ટિ કરી છે.
મંકીપોક્સના લક્ષણો ફ્લૂના રોગ જેવા -મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત (monkeypox cases )વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે.
શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ? -યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો( monkeypox symptoms )જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાયbઅને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
ઝડપથી ફેલાવાનું કારણ ? -વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે. જેમાં વાઇરસ મંકીમાંથી માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક વાટે આનું સંક્રમણ ફેલાય છે.