અમદાવાદ:છઠપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે 12 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનમાં એક 3-ટાયર એસી કોચ અને અન્ય તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
Western Railway will run One Way Festival Train: પશ્ચિમ રેલવે અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
તહેવારોને ધાયને લઈને પશ્ચિમ રેલવે અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ ટ્રેનમાં એક 3-ટાયર એસી કોચ અને અન્ય તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
Published : Nov 12, 2023, 3:30 PM IST
ટ્રેન નંબર 09457 અમદાવાદ-કટિહાર વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ:ટ્રેન નંબર 09457 અમદાવાદ-કટિહાર સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 12 નવેમ્બર 2023ના રોજ 23:45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે મંગળવારે 18:30 કલાકે કટિહાર પહોંચશે. રૂટમાં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ, પાટલીપુત્ર, સોનપુરમાંથી પસાર થશે. હાજીપુર, બરૌની અને ખાગરિયા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એક 3-ટાયર એસી કોચ અને અન્ય તમામ અનરિઝર્વ્ડ કોચ હશે: અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આ ટ્રેનની ટિકિટ બુક કરવા માટે એક વધારાનું કાઉન્ટર ખોલવામાં આવ્યું છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.