ગુજરાત

gujarat

ETV Bharat / state

Western Railway: આજથી પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન - અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ તેમજ સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે 13 જાન્યુઆરી 2024 એટલે કે આજથી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની એક ટ્રિપ દોડાવશે.

આજથી પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
આજથી પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 10:47 AM IST

અમદાવાદઃઆગામી તહેવારોને લઈને રેલવે મુસાફરોની વધતી સંખ્યાને જોતા અને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને આરામદાયક અને વધુ સુલભ સુવિધા આપવાના હેતુથી 13 જાન્યુઆરી 2024ના રોજ એટલે આજથી અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની એક ટ્રિપ દોડાવી રહ્યું છે. ટ્રેન નંબર 09022 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શનિવારે 13 જાન્યુઆરી 2024ના રોજ 8.45 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરશે અને તેજ દિવસે સાંજે 5.15 કલાકે બ્રાંદ્રા ટર્મિનસ પહોંચશે.

એવી રીતે ટ્રેન સંખ્યા 09021 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શુક્રવારે 12 જાન્યુઆરી 2024ના રોજ બ્રાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અપ ડાઉન સમયે નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશન પર સ્ટોપ કરશે. આ ટ્રેનમા એસી ફર્સ્ટ ક્લાસ, એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, એસી થ્રી ઈકોનોમી ક્લાસ, સ્લીપર ક્લાસ અને જનરલ સેકેન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે, આ ટ્રેનની બુકિંગ માટે કોઈપણ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પરથી કરી શકાશે.

  1. Ahmedabad Train Update : જોજો આ ટ્રેનોના રુટ ફેરફાર થયો છે, મુસાફરી પહેલાં જાણવું જરૂરી છે...
  2. Ahmedabad Train Update : અમદાવાદના મુસાફરો નોંધી લો ! આ ટ્રેન થઈ કેન્સલ

ABOUT THE AUTHOR

...view details