ગુજરાત

gujarat

પશ્ચિમ રેલવેએ 7700થી વધુ રેકથી 16.21 મિલિયન ટન માલ-સામાનનું કર્યુ પરિવહન

By

Published : Jul 2, 2020, 10:27 AM IST

23 માર્ચથી 29 જૂન, 2020 સુધીમાં 67 હજાર ટનથી વધુ વજન વાળી વસ્તુઓને પશ્ચિમ રેલવે દ્વારા પોતાની 370 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા લઇ જવામાં આવી છે. જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે. 30 જૂન, 2020ના રોજ, બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવેથી રવાના થઇ હતી, જેમાં બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા પાર્સલના સિવાય દૂધની એક રેક પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે રવાના થઈ હતી.

પશ્ચિમ રેલવે 7700થી વધુ રેક દ્વારા 16.21 મિલિયન ટન માલ-સામાનનુ પરિવહન કર્યું
પશ્ચિમ રેલવે 7700થી વધુ રેક દ્વારા 16.21 મિલિયન ટન માલ-સામાનનુ પરિવહન કર્યું

અમદાવાદઃ 22 માર્ચ, 2020થી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત હોવા છતાં પશ્ચિમ રેલવેએ 29 જૂન, 2020 સુધીમાં 7,773 ગુડ્ઝ ટ્રેનોના રેકલોડની કામગીરી કરી છે. જેમાં પીઓએલની 851, ખાતરની 1174, મીઠાની 433, અનાજની 81, સીમેન્ટની 506, કોલસાની 299, કન્ટેનરોનાં 3919 અને સામાન્ય ચીજોનાં 38 રેક સહિત કુલ 16.21 મિલિયન ટન માલ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે.

આ સિવાય મિલેનિયમ પાર્સલ વાન અને દૂધના વેગનનાં 371 રેક વિવિધ આવશ્યક ચીજો જેમકે દવા, તબીબી કીટ, ફ્રોઝન ફૂડ, મિલ્ક પાવડર અને પ્રવાહી દૂધના પરિવહન માટે ઉત્તર અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હતાં. કુલ 15,328 ગુડ્ઝ ટ્રેનો અન્ય ઝોનલ રેલવે સાથે જોડવામાં આવી હતી, જેમાં 7,680 ટ્રેનો સોંપવામાં આવી અને 7,648 ટ્રેનોને પશ્ચિમ રેલવેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી.

પશ્ચિમ રેલવે 7700થી વધુ રેક દ્વારા 16.21 મિલિયન ટન માલ-સામાનનુ પરિવહન કર્યું

23 માર્ચથી 29 જૂન, 2020 સુધીમાં, 67 હજાર ટનથી વધુ વજન વાળી વસ્તુઓને પશ્ચિમ રેલવે દ્વારા પોતાની 370 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા લઇ જવામાં આવી હતી. જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે સામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે રૂપિયા 21.73 કરોડ છે. જે અંતર્ગત આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 50 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં 37 હજાર ટનથી વધુનો ભાર હતો અને વેગનનો 100 ટકા ઉપયોગના ફળ સ્વરૂપે લગભગ રૂપિયા 6.45 કરોડ આવક થઈ છે.

આવી જ રીતે 26 હજાર ટનથી વધુ વજનની 312 કોવિડ-19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી. જેનાથી મળેલી આવક રૂપિયા 13.52 કરોડ છે. આ સિવાય 3534 ટન વજનવાળા 8 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતાં. જેનાથી આશરે 1.76 કરોડની આવક થઈ છે. 30 જૂન, 2020ના રોજ બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવેથી રવાના થઇ હતી, જેમાં બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા પાર્સલના સિવાય દૂધની એક રેક પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે રવાના થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details