ગુજરાત

gujarat

ETV Bharat / state

NEETની પરિક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

આગામી નીટ (NEET)ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે 12 સપ્ટેમ્બરે વાપીથી અમદાવાદ અને સોમનાથથી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ રિઝર્વની પણ સુવિધા રહેશે.

NEET ની પરિક્ષોઓને લઈને વિધાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવશે
NEET ની પરિક્ષોઓને લઈને વિધાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવશે

By

Published : Sep 12, 2020, 9:58 AM IST

અમદાવાદઃ 13 સપ્ટેમ્બરે યોજાનારી નીટની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે 12 સપ્ટેમ્બરે એટલે કે શનિવારથી વાપીથી અમદાવાદ અને સોમનાથથી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

  • ટ્રેન નંબર 9081/9082, વાપી-અમદાવાદ-વાપી, સુપરફાસ્ટ સ્પેશિયલ :

આ ટ્રેન તારીખ 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:10 કલાકે વાપીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05 વાગ્યે અમદાવાદ સ્ટેશન પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 13 સપ્ટેમ્બરના રોજ રાતે 11:10 કલાકે અમદાવાદથી ઉપડશે અને સવારે 05:00 વાગે વાપી પહોંચશે. બંને તરફ આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ રિઝર્વ હશે.

  • ટ્રેન નંબર 09201/09202, સોમનાથ-અમદાવાદ-સોમનાથ, સુપરફાસ્ટ એક્સપ્રેસ :

આ ટ્રેન તારીખ 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 09:30 કલાકે સોમનાથથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:25 કલાકે અમદાવાદ સ્ટેશન પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 13 સપ્ટેમ્બરના રોજ 09:10 કલાકે અમદાવાદથી ઉપડશે અને સવારે 05:05 કલાકે સોમનાથ પહોંચશે. માર્ગમાં બંને તરફ આ ટ્રેન વેરાવળ, ઓખા રોડ, માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશન પર રોકાશે. જેમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ રિઝર્વ કોચની પણ સુવિધા રહેશે. મુસાફરોએ ભારત સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતાં નિર્ધારિત સમયના દોઢ કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details