રેલ્વેના PRO પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ, ગાંધીધામ સ્ટેશન પર ખાસ પ્રકારના પ્રબંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશન્સ પર બુધવારે સાંજે 6 વાગ્યાથી 14 જૂન સવાર સુધી મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. તો સાથે ત્રણ સ્પેશિયલ રિલીફ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. ઓખા-રાજકોટ, ઓખા-અમદાવાદ અને વેરાવળ-અમદાવાદ વચ્ચે સ્પેશિયલ રિલીફ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
'વાયુ'થી લડવા વેસ્ટર્ન રેલવે તંત્ર સજ્જ, તમામ પેસેન્જર ટ્રેન કરાઈ રદ
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાલ ડરનો માહોલ છે, જેના પાછળનું મુખ્ય કારણ વાયુ છે. છે વાયુ વેગે ગુજરાત તરફ વધી રહ્યું છે. જે રાજ્યમાં કોસ્ટલ વિસ્તારો એટલે કે દરિયાઇ વિસ્તારોમાં ભારે નુકશાન કારક બની શકે તેવી આશંકાના પગલે વાવાઝોડાથી લડવા વેસ્ટર્ન રેલવેએ બધી તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ પ્રકારના નુકસાન અને કોઈ પણ પરિસ્થિતિથી લડવા માટે રેલવે તંત્ર તૈયાર છે.
પ્રદીપ શર્મા, રેલવે પીઆરઓ
વેસ્ટર્ન રેલવે વાયુ વાવાઝોડા માટે તૈયાર છે. આ વાવાઝોડાથી થનાર નુકસાન માટે પણ તૈયાર છે. આ સાથે જ તંત્ર સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં જોડીયેલા છીએ અમારી પાસે પૂરતો મેન પાવર, તેમજ જેસીબી, ટ્રેક્ટર અને જનરેટર પણ તૈયાર છે.