અમદાવાદ: આ મિશનમાં આરપીએફ, જીઆરપી અને પશ્ચિમ રેલવેના વાણિજ્યિક વિભાગ સાથે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને એનજીઓ સાથે મળીને ખોરાકનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે, ખોરાકના વિતરણ દરમિયાન, બધા સંબંધિત લોકો દ્વારા સામાજિક અંતર અને સ્વચ્છતા પાસાઓ યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.
આઈઆરસીટીસીના અમદાવાદ યુનિટ દ્વારા 14 મે 2020ના રોજ 1000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પેકેટનું વિતરણ અમદાવાદની જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને આરપીએફના જવાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 1510 ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે.
વરતેજ રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના સ્થાનિક સ્ટાફ અને એનજીઓ દ્વારા 80 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.સાંઈ સેવા ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી રાજકોટ મંડળમાં સુરેન્દ્રનગર અને હાપામાં 50 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રતલામ મંડળના વિવિધ સ્ટેશનો પર 215 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વાપીના જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર હાઉસકીપિંગ સ્ટાફ, પાર્સલ લોડરો અને અન્ય કર્મચારીઓને 50 પેકેટ ફૂડનું વિતરણ કરાયું હતું.
સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશનના ધોબી તલાવ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને 850 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. જૈન સોશિયલ ગ્રુપ, મુંબઇ દ્વારા પરિચર સદન ઉપરાંત આઈ.ઓ.ડબલ્યુ સ્ટાફ, કાર શેડ સ્ટાફ વગેરેને 100 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું મુંબઇ સેન્ટ્રલના પશ્ચિમ રેલવેના વાણિજ્યિક કર્મચારીઓએ ચર્ની રોડ અને માટુંગા રોડ સ્ટેશનો પાસે વિવિધ જરૂરીયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાસકરે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે અને આઈઆરસીટીસીના સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન 14 મે 2020ના રોજ 47 માં દિવસે પ્રવેશ્યું જે અંતર્ગત લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળ પર છેલ્લા 47 દિવસમાં કુલ 5.41 લાખ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેએ ગત 47 દિવસમાં 5.41 લાખ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ફૂડ પેકેટ આપ્યા
પશ્ચિમ રેલવે અને IRCTC દ્વારા મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ ગત 47 દિવસમાં રેલવે સ્ટેશનોની આજુબાજુના વિસ્તારોમાં રહેતાં જરૂરિયાતમંદ 5.41 લાખ લોકોને નિ:શુલ્ક ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.
આમાંથી, 2.59 લાખ ફૂડ પેકેટનો મોટો હિસ્સો આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોન દ્વારા તેના મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદમાં આવેલા બેસ કિચનોમાંથી પૂરો પાડવામાં આવ્યો છે.
14 મે 2020ના રોજ, પશ્ચિમ રેલ્વેના 6 મંડળમાં કુલ 7150 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઈઆરસીટીસીના સામુદાયિક ભોજન ઉપરાંત, મુંબઇ સેન્ટ્રલ ડિવીઝનના વાણિજય કર્મચારીઓએ મુંબઈ વિભાગના વિવિધ સ્થળોએ વિવિધ બિન-સરકારી સંસ્થાઓના સહયોગ દ્વારા 1275 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, જ્યારે આઈઆરસીટીસી સિવાય અમદાવાદ મંડળ દ્વારા 2925 ભોજન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના વાણિજ્યિક યોદ્ધાઓએ મુંબઇ સેન્ટ્રલના જગજીવન રામ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને વિતરણ માટે ફૂડ પેકેટ આપ્યા હતા.લોકડાઉનના સમયગાળા દરમિયાન ફરજ બજાવતા વડોદરા મંડળના કર્મચારીઓ માટે કલ્યાણ નિરીક્ષકો દ્વારા અંકલેશ્વર સ્ટેશનના સ્ટેશન અધિક્ષકને 70 બોટલો હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી.રોટરી ક્લબ ઓફ પાલઘર દ્વારા ફ્રન્ટલાઈન કર્મચારીઓના ઉપયોગ માટે પાલઘરના સ્ટેશન અધીક્ષકને 110 ગ્લોવ્સ અને 5 લિટર સેનિટાઈઝર સહાય માટે આપ્યું હતું.