અમદાવાદ: પશ્ચિમ રેલ્વે દ્વારા જાહેર કરેલી સલાહમાં જણાવ્યું છે કે, પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય કરવા માટે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો અને ગુડ્સ ટ્રેનો સતત દોડાવવામાં આવી રહી છે. આ સિવાય પરપ્રાંતીય કામદારોને તેમના રાજ્યોમાં લઇ જવા અને સંચાલન ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવે અને અન્ય ઝોનલ રેલવે દ્વારા પણ શ્રમીક-વિશિષ્ટ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવેએ પ્રવાસી કામદારોને ટ્રેક પર ન ચાલવા કરી અપીલ - પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી કામદારોને ટ્રેક પર ન ચાલવા અપીલ કરી
પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી કામદારોને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેક પર ન ચાલવા અપીલ કરી છે.
પશ્ચિમ રેલ્વેએ તમામ પરપ્રાંતીય શ્રમિકને ધીરજ રાખવા અને રેલવે ટ્રેક ઉપર ન ચાલવા અથવા આરામ માટે ટ્રેકનો ઉપયોગ ન કરવાની અપીલ કરે છે, કેમ કે આમ કરવું ખૂબ જ જોખમી છે અને કાનૂની ગુનો પણ છે. બધા સ્થળાંતર શ્રમીક જે તેમના રાજ્યોમાં જવા તૈયાર છે. તેઓએ નજીકના જિલ્લા અધિકારીઓ/નોડલ અધિકારીઓને સંપર્ક કરવા માટે અરજી કરવી જોઈએ. જેથી રાજ્ય સરકાર તેમને ટ્રેનો દ્વારા મોકલવાની વ્યવસ્થા કરે.
10 મે, 2020 સુધી પશ્ચિમ રેલવે દ્વારા 191 સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી છે. જેમાં 2.25 લાખ લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂઈ જવાથી 16 શ્રમિકોના મોત થવાથી રેલવે દ્વારા આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.