ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર હિંસા બાબતે અમદાવાદમાં ડોક્ટરોએ માનવતા દાખવી રેલી યોજી - AHD

અમદાવાદ: પશ્ચિમ બંગાળના મેડિકલ કોલેજમાં ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જે બાદ પશ્ચિમ બંગાળમાં તમામ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની હડતાળની અસર જોવા મળી હતી. ત્યારે અમદાવાદમાં પણ મેડિકલના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 14, 2019, 4:24 PM IST

Updated : Jun 14, 2019, 5:10 PM IST

અમદાવાદના આશ્રમ રોડ પરના મેડિકલ એસોસિયેશન ખાતે મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. ત્યારબાદ સાથે મળીને રેલી યોજી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આ રેલીમાં એલ.જી હોસ્પિટલ,વીએસ,સિવિલ તથા અન્ય હોસ્પિટલના સિનિયર અને જુનિયર ડોકટરો જોડાયા હતા.

રેલી યોજ્યા છતાં પણ સરકારી હોસ્પિટલમાં ઓપીડી ચાલુ રાખવામાં આવી હતી. ઈમરજન્સી સેવામાં પણ કોઈ તકલીફ ન થાય તે માટેનું ધ્યાન રાખીને કેટલાક સિનિયર તથા જુનિયર ડોક્ટરો હોસ્પિટલમાં જ રહ્યા હતા. ડોકટરોની માગણી હતી. કે અવારનવાર ડોક્ટર પર થઈ રહેલા હુમલાને લઈને સરકાર એક કાયદો બનાવવો જોઈએ એવા ડોક્ટર પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ડોક્ટરને રક્ષણ મળી રહે. જો ડોક્ટરોની માંગ પુરી નહીં કરવામાં આવે તો હડતાલ આવનારા સમયમાં યથાવત રાખવામાં આવશે.

અમદાવાદમાં ડોક્ટરોએ માનવતા દાખવી રેલી યોજી
Last Updated : Jun 14, 2019, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details