દિવાળી પર્વને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય અમદાવાદ:પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યારે ઉપડશે ? તહેવાર સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર સાબરમતી-દાનાપુર-સાબરમતી સ્પેશિયલમાં કુલ 6 ટ્રિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરમતી -દાનાપુર સ્પેશિયલ ટ્રેન તારીખ 12, 19 અને 26 નવેમ્બર, 2023 રવિવારના રોજ સવારે 8.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સોમવારે 14.15 વાગ્યે દાનાપુર પહોંચશે. એ જ રીતે દાનાપુર- સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 નવેમ્બર, 2023 સોમવારના રોજ સમસ્તીપુરથી સાંજે 18.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે મંગળવારે 23.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર. અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર તેમજ આરા સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન તારીખ 09, 16, 23 અને 30 નવેમ્બર 2023 ગુરુવારના રોજ અમદાવાદથી બપોરના 15.30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે સવારે 04.00 વાગ્યે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તારીખ 11, 18, 25 નવેમ્બર અને 02 ડિસેમ્બર 2023 શનિવારના રોજ સમસ્તીપુરથી સવારે 08.15 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે રવિવારે 22.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. - જીતેન્દ્ર કુમાર જયંત, (PRO)
આજથી બુકિંગ શરૂ:આ ટ્રેન વડોદરા, સુરત, નંદૂરબાર, ભુસાવળ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, પટના અને બરૌની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી ઇકોનોમિક, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. જ્યારે અમદાવાદ- સમસ્તીપુર સ્પેશ્યલ ટ્રેનની બુકિંગ 8 નવેમ્બર 2023થી અને સાબરમતી - દાનાપુર ટ્રેનની બુકિંગ 9 નવેમ્બર 2023થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ પર મળી રહેશે.
- દિવાળી અને છઠ તેમજ ચૂંટણીને કારણે સુરતની ટ્રેનો રિગ્રેટ, બસોના ભાડામાં ધરખમ વધારો
- આજથી 135 વર્ષ પહેલા ગુજરાતની ટાઈટેનિક એટલે કે 'વીજળી' માંગરોળ નજીકના દરિયામાં સમાઈ ગઈ