માનસી પારેખ અગાઉ ગુજરાતી તેમજ હિન્દી સિરીયલમાં કામ કરી ચુકી છે. સાથે જ તેના અભિનય કારણે તે જાણીતી બની છે. મલ્હાર ઠાકર તેમજ માનસી પારેખ ગોહિલ દ્વારા 'ડુ નોટ ડિસ્ટર્બ' એક ગુજરાતી વેબ સિરીઝ MX Player પર લઈને આવી રહ્યાં છે. આ વેબ સિરીઝ 26 જુલાઈના સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
મલ્હાર ઠાકર લઈને આવી રહ્યા છે 'ગુજરાતી વેબ સિરીઝ' - Mansi parekh gohil
અમદાવાદ: હાલમાં બોલીવુડની સાથે સાથે ઢોલીવુડની ફિલ્મોનું પણ લોકોમાં આકર્ષણ જોવા મળ્યું રહ્યું છે. ત્યારે મલ્હાર ઠાકરની ફરી એકવાર નવી ગુજરાતી વેબ સિરીઝ 'ડુ નોટ ડિસ્ટર્બ' આવી રહી છે. આ વેબ સિરીઝમાં મલ્હાર ઠાકરની સાથે માનસી પારેખ પણ જોવા મળશે.
વેબ સિરીઝ 'ડુ નોટ ડિસ્ટર્બ'માં જોવા મળશે મલ્હાર ઠાકર
આ વેબ સિરીઝમાં 10 મિનિટના 6 એપિસોડ છે. સાથે જ લગ્ન પર આધારિત આ વેબ સિરીઝ છે. આ વેબ સિરીઝ સંદીપ પટેલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્હાર ઠાકરે આ અગાઉ 'લવની ભવાઈ', 'છેલ્લો દિવસ', 'શું થયું', 'શરતો લાગુ', 'પાસપોર્ટ', 'થઈ જશે' તેમજ 'કેવી રીતે જઈશ' જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. આ ગુજરાતી ફિલ્મોને કારણે તે લોકપ્રિય બન્યો હતો.
Last Updated : Jul 19, 2019, 10:41 PM IST