આગામી 10 11 અને 12 મે દરમિયાન રાજ્યમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ,રાજકોટ, અમરેલી, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
થન્ડરસ્ટ્રોમના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જેના કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન મુકાશે અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.
ગરમીથી રાહત છતાં અમદાવાદ શહેરનું તાપમાન 39.8 ડીગ્રી નોંધાયું અને રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું સુરેન્દ્રનગરનુ તાપમાન 39.9 ડિગ્રી ગાંધીનગર 38.8 ડિગ્રી વલ્લભવિદ્યાનગર 38.5 ડિગ્રી વડોદરા શહેરનું તાપમાન 37.8 ડિગ્રી રાજકોટ 37.3 ડિગ્રી અને સુરત 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યના આઠ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી, ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે - temprature
અમદાવાદ: રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર એર સાયકોલીન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી ત્રણ દિવસમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તારીખ 10,11અને 12મેના રોજ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
yyyyy
આગામી ત્રણ દિવસમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે લોકોને રાહતનો અનુભવ થશે