ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોમાસાનો અંતિમ તબક્કા, સામાન્યથી ભારે વરસાદના એંધાણ - Gujarat Monsoon

ગુજરાત રાજ્યની ઓળખસમા તહેવાર એવા નોરતાને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. આ તહેવારને લઈને તૈયારીઓ ચાલું થઈ ચૂકી છે. ખાસ કરીને ખેલૈયાઓ બે વર્ષના કોરોનાકાળ બાદ ગરબા કરવા માટે થનગની રહ્યા છે. પણ વરસાદની ચિંતા અનેક ખેલૈયાઓ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસું હવે અંતિમ (Gujarat Monsoon 2022) તબક્કામાં છે.

ચોમાસાનો અંતિમ તબક્કા, સામાન્યથી ભારે વરસાદના એંધાણ
ચોમાસાનો અંતિમ તબક્કા, સામાન્યથી ભારે વરસાદના એંધાણ

By

Published : Sep 15, 2022, 12:25 PM IST

અમદાવાદઃગુજરાતમાં નવરાત્રીનુંકાઉનડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં વાતાવરણ કેવું (Weather updates gujarat) રહેશે એને લઈને ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હકીકત એવી પણ છે કે, ચોમાસું હવે (Mateorological Department) અંતિમ તબક્કામાં છે. જેમાં સામાન્યથી ભારે વરસાદપડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દીવ, કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

ચોમાસાનો અંતિમ તબક્કા, સામાન્યથી ભારે વરસાદના એંધાણ

દક્ષિણ ગુજરાતને અસરઃઆ સિવાય પણ ભરૂચ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દાદરા નગર હવેલીમાં સામાન્ય કહી શકાય એવો વરસાદ પડી શકે છે. જયારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ, પંચમહાલ, મહિસાગર, પાટણ પંથકમાં વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા છે. જોકે, હવામાન વિભાગે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details