ગુજરાત

gujarat

ETV Bharat / state

Weather Update Today : બે દિવસ હજુ વરસાદ પડશે, હવામાન આગાહી વચ્ચે આઈપીએલ ફાઈનલ પર આજે પણ વરસાદનું વિધ્ન આવી શકે ? - હવામાન આગાહી

ઊનાળાના ધોમધખતા તાપની ફરિયાદ સાંભળી લીધી હોય એમ અમદાવાદમાં વરસાદ રવિવારે કડાકાભડાકા સાથે ખાબક્યો હતો.કરા સાથે પડેલા વરસાદે એકતરફ શહેરીજનોમાં કૌતુક સર્જ્યું હતું તો આઈપીએલની ફાઇનલ જેવી મેચ મોકૂફ રાખવાની ફરજ પડતાં ખેલપ્રેમીઓ નિરાશ હતાં. ત્યારે આજકાલ હવામાન કેવું રહેશે તેની ચોમેર ચર્ચા છે.

Weather Update Today : બે દિવસ હજુ વરસાદ રહી શકે, આઈપીએલ ફાઈનલ પર આજે પણ વરસાદનું વિધ્ન આવી શકે ?
Weather Update Today : બે દિવસ હજુ વરસાદ રહી શકે, આઈપીએલ ફાઈનલ પર આજે પણ વરસાદનું વિધ્ન આવી શકે ?

By

Published : May 29, 2023, 2:50 PM IST

Updated : May 29, 2023, 8:24 PM IST

વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં કમોસમી માવઠાની ભરમાર વચ્ચે આખો ઉનાળો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાઇકલોન સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.હજુ વધુ વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત થઇ છે. આગાહીને પગલે ફરી એક વાર અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. હજુ પણ આવનારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

વરસાદની શક્યતા : વરસાદી સીસ્ટમની સક્રિયતાની પ્રક્રિયા ઉનાળાના પ્રારંભથી જ જોવા મળી રહી છે. ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદે રમઝટ બોલાવી છે. જો કે મધ્ય અને ઉત્તરમાં કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવે રાજ્યમાં ફરીથી ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે.

આવનારા બે દિવસ દરમ્યાન અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી માવઠું સર્જાય છે, જેની અસર હજુ બે દિવસ સુધી રહેશે. આ બે દિવસ દરમ્યાન પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને પવન સાથે વરસાદ થઈ શકે છે. જેથી વરસાદના કારણે ફાઇનલ મેચ પ્રભાવિત થઈ શકે છે...વિજીન લાલ ( હવામાન વિભાગના ડાયરેક્ટર)

30મી મેએ વરસાદ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની સાથે કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30મી મેએ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

વરસાદની આગાહી

આઈપીએલ ફાઇનલ રમાશે? : ગઈ કાલે મોડી સાંજે અમદાવાદમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો જેને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પાણી ભરાઈ જતાં આઈપીએલની ફાઇનલ મેચ સ્થગિત કરી દેવામાં આવી હતી. હાલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પીચ કવર કરી દેવાઈ છે. તો વરસાદને કારણે ક્રિકેટ રસિકો પણ ભારે હેરાન થઈ ગયા છે. જો કે હાલ અમદાવાદમાં વરસાદના પગલે મેચ આજે રમાડવામાં આવશે. IPLના ઓફીશીયલ ટવીટર હેન્ડલ પર આયોજકો દ્વારા ફાઇનલ મેચની માહિતી આપવામાં આવી છે.

દિવ્ય દરબાર રદ : તો વરસાદને કારણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં યોજાનારો દિવ્ય દરબાર પણ રદ કરાયો છે. ગત મોડી સાંજે ખાબકેલા વરસાદને લીધે દિવ્ય દરબારના સ્થાન ઓગણજમાં મેદાનમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ઓગણજમાં જ્યાં કાર્યક્રમ થવાનો હતો તે ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ખોરવાઈ ગઇ છે. કેટલીય જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે અને ત્યાંની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. જેને કારણે આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. દિવ્ય દરબાર માટે ભક્તો સવારથી જ અહીં પહોંચી ગયા હતાં પરંતુ દિવ્ય દરબાર રદ કરી દેવાતાં ભક્તો પણ નિરાશ થયા હતાં.

  1. Ahmedabad Western Disturbance: ગરમી ઘટી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માઠી અસર ત્રણ દિવસ સુધી રહેશે
  2. Ahmedabad Rain : અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
  3. Weather Updates:અમદાવાદ પર વરસાદી વાદળ ન હોવા છતાં પડ્યો વરસાદ, જાણો શું છે સાયક્લોનિક સરક્યુલેશન
Last Updated : May 29, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details