ગુજરાત

gujarat

ETV Bharat / state

Today Gujarat Weather: ખેડૂતોને ઉપાધી, આવતા 5 દિવસમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા - today weather news

રાજ્યમાં ડબલ ઋતુ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ ઉપરાંત માર્ચથી મે માસ સુધી મહત્તમ ગરમી નોંધાવા એંધાણ પણ સામે આવ્યા છે. જોકે, હવે જો માવઠું પડશે તો કેરીના પાકને સીધી અસર થશે.

Weather Today : ખેડૂતોને ઉપાદી, આવતા પાંચ દિવસમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા
Weather Today : ખેડૂતોને ઉપાદી, આવતા પાંચ દિવસમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

By

Published : Mar 2, 2023, 12:41 PM IST

આવતા પાંચ દિવસમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

અમદાવાદ : કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો વધી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે અને સવારે ઠંડી તો બપોરે ગરમી અનુભવાય રહે છે. જેને લઈને હવામાન વિભાગે હવે માવઠાની આગાહી કરી દીધી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ તારીખે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાઈકલોનીક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે તેના કારણે વાતાવરણમાં બદલાવ આવશે.

ક્યા પડી શકે છે માવઠું : હવામાન વિભાગના સુપરિટેન્ડન્ટ, મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચના વાતાવરણની વાત કરીએ તો, ત્રીજા દિવસે એટલે ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાશે. જ્યારે 4 અને 5 માર્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. માવઠાની સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. તેમજ કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ચોટીલા, જામનગર, જૂનાગઢમાં માવઠું પડવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ઓલપાડ, નવસારી, વલસાડ, દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. હાલ IMDના અનુમાન પ્રમાણે, માર્ચથી મે મહિનામાં ગુજરાતમાં મહતમ ગરમી નોંધાઇ શકે તે એંધાણ છે.

આ પણ વાંચો :Heat wave in Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તાપમાનને લઈને શું કરી આગાહી જાણો.....

ખેડૂતોને નુકસાન થવાની સંભાવના :ઉલ્લેખનીય છે કે, માવઠું થતાં ખેતરમાં લેવાઈ રહેલા પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ખુલ્લામાં ખેડૂતોનું જે તૈયાર પાક પડ્યો છે જેમકે માર્કેટ યાર્ડમાં, તો તેને પણ નુકશાન થવાની શક્યતા રહેલી છે. આ વખતે આકરી ગરમી પડવાની સંભાવના પણ જોવા મળી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ પર ઘણી અસર થઈ છે. આ વખતે ગુજરાતમાં ઠંડી બહુ ઓછી પડ઼ી છે. ત્યારે ફેબ્રુઆરી માસથી લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો

યલો એલર્ટ જાહેર : ફેબ્રુઆરીમાં લોકોએ એસી-પંખા ચાલુ કરવા પડી રહ્યા હતા. તેમજ હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનામાં જ યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું. આ વખતે દેશમાં ભારે ગરમીની પણ ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ દરમિયાન ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 5 દિવસ સુધી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details