ગુજરાત

gujarat

ETV Bharat / state

Weather Reports: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત માટે વરસાદની આગાહી - Gujarat Rainfall Forecast f

અમદાવાદમાં આજે વરસાદ પડી શકે છે. રવિવાર અને સોમવારના ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, અમરેલી , જૂનાગઢ અને બોટાદમાં વરસાદ પડી શકે છે. UP, MP, બિહાર અને રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ભારત અને બિહારમાં પુરની સ્થિતિ પણ થશે.

ગુજરાતને ઘમરોળ્યું
ગુજરાતને ઘમરોળ્યું

By

Published : Jul 22, 2023, 9:16 AM IST

અમદાવાદ ડેસ્ક:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગઇ કાલે એટલે કે શુક્રવારના રોજ દ્રારકામાં, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં 6 કલાકમાં કપરાડામાં 9.28 ઈંચ જયારે ખંભાળિયામાં 8.68 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં તારીખ24થી તારીખ26 જુલાઈ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. જોકે આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યા છે. અમદાવાદમાં હજુ સુધી જેવો જોઇએ તેવો વરસાદ પડ્યો નથી.

વરસાદે ગુજરાતને ઘમરોળ્યું

સિઝનનો વરસાદ:અત્યાર સુધીમાં 10 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા ચાર વર્ષથી રાજયમાં 100 ટકા કે તેથી વધુ વરસાદ પડવાનો સિલસિલો યથાવર્ત છે. છેલ્લા 10 વર્ષમાં અતિ વરસાદ પડ્યો છે. પરંતુ વરસાદમાં કયારે ઉણપ જોવા મળી નથી. જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણીના સ્તર ઉપર આવ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં 21.60 ઈંચ એટલે 61.62 ટકા વરસાદ થઇ ગયો છે. વર્ષ 2015 માં વરસાદની એવરેજ 31.88 ઈંચ હતી જે વધીને 35.08 ઈંચ થઇ છે.

વરસાદે ગુજરાતને ઘમરોળ્યું

અમદાવાદમાં વરસાદની આગાહી: અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. જમાં અમદાવાદમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, ભાવનગરમાં રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. રવિવારના અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, દિવ , દમણ, જૂનાગઢ, રાજકોટ, બોટાટ. કચ્છમાં આગહી કરવામાં આવી છે.

વરસાદે ગુજરાતને ઘમરોળ્યું

ખેડૂતોમાં ખુશી:સતત વધી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્રારા સતત આગાહી કરવામાં આવી છે જેને લઇને બિજી બાજૂ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ વર્ષ જો વધારે વરસાદ પડશે તો ખેડૂતોના પાકને નુકશાની થઇ શકે છે. હજુ પણ આજના દિવસે અને કાલના દિવસ અને સોમવારે વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે.

  1. Dwarka Rain: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
  2. Rajkot Rain: ઉપલેટા પંથકમાં વરસાદી પાણીએ ખેતીની પથારી ફેરવી નાખી, ખેતરો નદી તળાવમાં ફેરવાયા

ABOUT THE AUTHOR

...view details