ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના, ઠંડીનું જોર વધશે - Gujarati

રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ રાજ્યમાં માવઠા બાદ હવે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી અઠવાડિયે રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જો કે છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં બે દિવસ હળવા ઝાપટા પડી શકે છે.

રાજ્યના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના,
રાજ્યના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના,

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 5:19 PM IST

રાજ્યના હવામાનમાં સતત પલટો

અમદાવાદ:છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરશિયાળે ધોધમાર ખાબકેલા કમોસમી વરસાદે વાતાવરણને ઠંડુંગાર બનાવી દીધું છે. હાલ રાજ્યમાં ઠંડી અને માવઠાથી શિયાળો અને ચોમાસુ એમ બંને ઋતુઓ સાથે જોવા મળી રહી છે. ત્યારે આવનારા સમયમાં પણ રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ રહી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો કે મોટા ભાગે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આવનારા સપ્તાહ દરમ્યાન રાજ્યમાં કમોસમી વરસાદની હાલ પૂરતી કોઈ આગાહી નથી. પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જેને કારણે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં બે દિવસ સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે.

માવઠાથી નુકસાન:વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું છે અને કૃષિ અને બાગાયતી પાક ઉપર વરસાદી પાણી ફરી વળવાને કારણે ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં ગઈ છે. ખેડૂતો માટે આ સમય ખૂબ કપરો રહ્યો, વાવેતરના સમય વખતે જ રાજયમાં માવઠાને કારણે પાક નિષ્ફળ ગયો હતો. એક તરફ પાકનું ઉત્પાદન ઓછું અને બીજી તરફ માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે.

  1. 4 લાખ હેકટરમાં પાક નુકશાનીનો પ્રાથમિક અહેવાલ, પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે કરી કમોસમી વરસાદને લઇ મહત્વની વાત
  2. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપશે સરકાર, આજથી સર્વેની પ્રક્રિયા શરૂ

ABOUT THE AUTHOR

...view details