સાઉથ ઈસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને પગલે ગુજરાતના ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ વરસાદ હળવો થશે. તેની સાથે ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઠંડા પવનો સાથે સોમવારે નલીયા ,6.0 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. ગાંધીનગર 10.8 ડિગ્રીમાં ઠૂઠવાયું હતું. તેમજ ગુજરાતના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.