અમદાવાદઃગુજરાતમાં ચોમાસુંહવે અંતિમ તબક્કામાં છે. છૂટોછવાયો વરસાદ (Weather forecaste by metrology department) થોડા અઠવાડિયા પહેલા થયો હતો. પણ નોરતા નજીક આવતા હવામાન વિભાગે એક રાહત આપી છે. હવામાન વિભાગનું એવું કહેવું છે કે, હાલ તો વરસાદની (Weather Forecaste Navratri 2022 gujarat) કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી. હવામાન ખાતાની એક વેબસાઈટ અનુસાર ગુજરાતનું હવામાન સ્વચ્છ જોવા મળી રહ્યું છે. જ્યારે નોરતા સુધીમાં કોઈ વરસાદ થવાની શક્યતાઓ નથી.
ખેલૈયાઓ આનંદો, નોરતામાં વરસાદનું વિધ્ન નહીં નડે
નવરાત્રીને લઈને ગુજરાતભરમાં (Navratri Festival 2022) હવે કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ખેલૈયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને (Weather Forecaste Navratri 2022 gujarat) પ્રાચીન અને અર્વાચીન ગરબાને લઈને યુવાનો નવા નવા સ્ટેપ શીખી રહ્યા છે. આ માહોલ વચ્ચે હવામાન ખાતાએ સારા વાવડ આપ્યા છે. હવામાન ખાતા તરફથી એવી આગાહી કરવામાં આવી છે કે, નોરતામાં કોઈ વરસાદ પડવાની શક્યતા નહીં નહીવત છે.
અંતિમ તબક્કોઃચોમાસાના અંતિમ તબક્કામાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રનાછેવાડા સુધીના પ્રદેશને ભીના કરી નાંખ્યા હતા. જોકે, હવે નોરતા દરમિયાન વરસાદ થવાના કોઈ પ્રકારના એંધાણ નથી. જેના કારણે ખેલૈયાઓ કોઈ પ્રકારની ચિંતા વગર ગરબા રમી શકે છે. આ વખતે ચોમાસામાં સારે એવો વરસાદ થવાને કારણે પ્રકૃતિ ખિલી ઊઠી છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહીંવત છે. જોકે, દરિયાઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પણ આ સામાન્ય પ્રકારનો વરસાદ રહેશે. તારીખ 18 સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હતી. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થવાની હતી.
છૂટોછવાયો વરસાદઃવરસાદ દરમિયાન કોઈ એવી સિસ્ટમ તૈયાર થાય છે તો માત્ર સામાન્ય કહી શકાય એવો વરસાદ થશે. પણ ઓવરઓલ ચિત્ર જોતા ચોમાસામાં વરસાદ થવાની શક્યતાઓ નહીંવત છે. ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વાત જોઈએ તો સરેરાશ 107.06 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 165.58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 114.29 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 87.90 ટકા, સૌરાષ્ટ્રમાં 96.27 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 115.54 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ વખતે સારા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી પણ વધવા પામી હતી. નવા નીરને આવકારવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વધાવવા માટે પહોંચ્યા હતા.