અમદાવાદઃ રાજ્યમાં શિયાળાની ઋતુ જામી રહી છે. તાપમાનનો પારો ગગડતા નાગરિકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ વાતાવરણ સુકુ રહેશે. તેમજ અત્યારે અનુભવાય છે તેટલી જ ઠંડી વાતાવરણમાં જોવા મળશે.
Weather Updates: આગામી 7 દિવસ હવામાન સુકુ રહેશે અને ઠંડી અનુભવાશેઃ હવામાન વિભાગ - આગામી 7 દિવસ હવામાન સુકુ
રાજ્યમાં અત્યારે શિયાળો જામ્યો છે. ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરી છે. તેમજ અત્યારે જેટલી ઠંડી અનુભવાય છે તેટલી જ ઠંડી આગામી 7 દિવસ અનુભવાશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Winter Cold 7 Days Atmosphere
Published : Dec 26, 2023, 4:11 PM IST
તાપમાન સ્થિરઃ હવામાન વિભાગ અનુસાર શિયાળાની શરુઆતમાં માવઠા જોવા મળ્યા હતા. જેના પરિણામે વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે આગામી 7 દિવસ તાપમાન સ્થિર રહેશે અને વાતારવણ વાદળા વગરનું સુકુ રહેવાથી વરસાદની કોઈ સંભાવના નથી. અત્યારે માત્ર રાત્રે જ નહિ પરંતુ દિવસે પણ તાપમાનનો પારો નીચે જતા વાતાવરણમાં ઠંડી જોવા મળે છે. આગામી 7 દિવસ અત્યારે અનુભવાય છે તેટલી જ ઠંડી જોવા મળશે. હવામાન વિભાગે ઠંડી ઘટવાની કે વરસાદ થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે. અમદાવાદનું તાપમાન 15.5 ડીગ્રી નોંધાયું છે. આ તાપમાન પણ આગામી 7 દિવસ સ્થિર રહેશે. તેમજ 2 દિવસ બાદ પવનની દિશા બદલાવાને લીધે કદાચ એકાદ બે ડીગ્રી ઠંડી વધી શકે છે.
હાલ ક્લાઉડી વાતાવરણને લીધે દિવસનું તાપમાન ઘટી ગયું છે અને વાતાવરણમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જો કે આગામી 7 દિવસ અત્યારે અનુભવાય છે તેટલી જ ઠંડી અનુભવાશે. અમદાવાદમા આ દિવસોમાં તાપમાન 15.5 ડીગ્રી નોંધાયું છે. આગામી મહિનાનું વેધર ફોરકાસ્ટિંગ 31મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે...ડૉ. મનોરમા મોહંતી(ડાયરેક્ટર, હવામાન વિભાગ, અમદાવાદ)