અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) વિપક્ષમાં પણ સ્થાન ન પામનાર કોંગ્રેસે પરિણામનું વિશ્લેષણ કરવા માટે ચાર ઝોનમાં મહત્ત્વની બેઠકનું આયોજન કર્યું છે. સોમવારે પાલડી પ્રદેશ કોંગ્રેસભવન ખાતે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ઝોનની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના હારેલા અને જીતેલા ઉમેદાવારોએ ખાસ હાજરી આપી હતી. જોકે, આ બેઠકમાં જે તે ઉમેદવારોએ પોતાની વ્યથા ઠાલવી છે. (Gujarat Assembly Election 2022 Result)
કોંગ્રેસે ચૂંટણીમાં ધોબી પછડાટ જેવી હારનું ઠીકરૂ ફોડ્યું, મતદાન પર આશંકા - Gujarat Assembly Election Result
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસને ધોબી પછડાટ મળી છે. કોંગ્રેસના 40 ટકા જેટલા સીટિંગ ધારાસભ્યો ઘરભેગા થઈ ગયા છે. કોંગ્રેસની કારમી હારથી ફરી એકવખત એમના નેતાઓને મનોમંથન ફરજિયાત પણે કરવાનો વારો આવ્યો છે. જોકે, કોંગ્રેસને આશંકા છે કે, નાણાની રેલમછેલ થઈ છે. પોલીસના દૂરૂપયોગની ફરિયાદ થઈ છે.(Gujarat Assembly Election 2022 Result)
![કોંગ્રેસે ચૂંટણીમાં ધોબી પછડાટ જેવી હારનું ઠીકરૂ ફોડ્યું, મતદાન પર આશંકા કોંગ્રેસે ચૂંટણીમાં ધોબી પછડાટ જેવી હારનું ઠીકરૂ ફોડ્યું, મતદાન પર આશંકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17190909-thumbnail-3x2-congress.jpg)
કોંગ્રેસનો દાવો : કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે, ભાજપના ઉમેદવારોએ નાણાની રેલમછેલ કરી એટલે વિપરિત પરિણામ આવ્યા છે. એટલું જ નહીં છેલ્લી ઘડીએ અચાનક વધી ગયેલા મતદાનના આંક પર આશંકા વ્યક્ત કરી છે. પ્રદેશ પ્રમુખ સહિત સિનિયર નેતાઓની હાજરીમાં પરિણામની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ બેઠક યોજીને હારનું મનોમંથન કર્યું છે. માંડ ગણ્યાગાંઠ્યા જીતેલા ઉમેદવાર પાતળી સરસાઈથી જીતી ગયા છે. જોકે, આ જીત માટે પણ એમના નાકે દમ આવી ગયો હોય એવી સ્થિતિ જોવા મળી છે.
ઝોનની બેઠક :કોંગ્રેસને મળેલી હાર બાદ યુદ્ધના ધોરણે ઝોન વાઈસ બેઠક યોજાઈ રહી છે. હવે તારીખ 13મી એ ઝોનની બેઠકનું આયોજન કરાયું છે. એ પછી તારીખ 14 ડીસેમ્બરના રોજ દક્ષિણ ઝોન અને 15મી તારીખે સૌરાષ્ટ્ર ઝોનની ખાસ બેઠક છે. જોકે, પાયાથી પ્લાનિંગ કરે તો કોંગ્રેસ માટે આવનારી ચૂંટણી નિર્ણાયક બની શકે.