- નળકાંઠાના ગામોમાં ઘરના ફળિયા સુધી નળ થી પાણી પહોંચતું થયું છે.
- અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય માં 94.15% ઘરોમાં નળ થી જળ ઉપલબ્ધ છે.
અમદાવાદઃ જિલ્લાના કરણગઢ, સરગવાળા, ગણોળ, કલાણા છેવાડાના ગામે છે. જે લોક ડાઉનલોડ દરમિયાન સુન્ય જળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતાં બન્યા છે.વિરમગામ - ગામમાં ઘરે ઘરે નળ કનેકશન આવતા પાણીની સાથે ગૃહિણીઓને સુખ પણ આવ્યું છે. ગામડાની બહેનો જે તળાવે પાણી ભરવા જતી હતી. હવે ઘરના ફળિયા સુધી નળ આવી જતા ઘર આંગણે પાણી આવાથી ગૃહિણીઓની પરેશાની હલ થઈ ગઈ છે. સરકારે અનલોક કેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને નળ વાળા કરી દીધા છે. આ નળ થી જળ અભિયાન આમ જ ચાલુ રહેશે. તો નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળિયા સુધી પાણી પહોંચી જાય તેવી કરણ ગઢ ગામના સરપંચ સુરજબેનના આ વાક્યો નળ થી જળ અભિયાનની સાર્થકતા અને પ્રતિબંધિત કરે છે.
જલ જીવન મિશન અંતર્ગત 2022 સુધીમાં
અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાળા, ગણોળ, કલાણા છેવાળાના ગામો છે. જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતાં બન્યા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે. ગ્રામ પંચાયત અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં 94.15% ઘરોમાં નળ થી જળ પહોંચાડવામાં આવ્યું છે. જલ જીવન મિશન અંતર્ગત 2022 સુધીમાં ગુજરાતના સો ટકા ઘરોને નળ થી જળ પહોંચાડવાનું રાજા સરકારનું લક્ષ્ય છે.