ગુજરાત

gujarat

ETV Bharat / state

બોપલમાં 20 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી, 3ના મોત, અમિત શાહે આપ્યા તપાસના આદેશ - પાણીની ટાંકી ધરાશાયી

અમદાવાદ:વરસાદના કારણે રાજ્યભરમાં અનેક જગ્યાએ જૂની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની રહી છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી.પાણીની ટાંકી ધરાશાયી થતા કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.સ્થાનિકો અને પોલીસ દ્વારા પણ લોકોને બહાર નીકળવાના શરૂ કરવામાં આવ્યા હતા.અત્યાર સુધી મળતી માહિતી મુજબ 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 5 લોકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ ટેલિફોનિક વાતચીત કરી યોગ્ય સારવાર મળી રહે તથા મૃતકોને સહાય મળી રહે તે અંગે કલેક્ટર સાથે વાત કરી ભલામણ કરી છે.

અમદાવાદના બોપલમાં 20 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી,

By

Published : Aug 12, 2019, 2:28 PM IST

Updated : Aug 12, 2019, 3:17 PM IST

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ પીવાના પાણીની ટાંકી અચાનક બપોરના સમયે ઘરાશાહી થઇ હતી. બોપલના સંસ્કૃતિ ફ્લેટ પાસે આવેલ પાણીની ટાંકી ધરાશાહી થતા કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરીને કાટમાળથી લોકોને બહાર તો કાઢ્યા હતા પરંતુ ત્રણ લોકોએનુ ઘટના સ્થળે મોત પણ નિપજ્યુ છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તપાસના આદેશ આપ્યા છે.

પાણીની ટકા જર્જરીત હોવાનુ બોપલના રહેવાસીઓ દ્વારા અનેક વખત સ્થાનિક તંત્રને રજુઆત કરી હતી. પાણીની ટાંકી વધુ સમય ખેંચી શકે તેમ નથી જેને લઇને આવેદનપત્ર લેખીતમાં અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓને મૌખીકમાં રજુઆત કરી હતી. છતા પણ કોઇ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સોમવારે પાણીની ટાંકી ધરાશાહી થતા સ્થાનિક અધિકારીઓ ઉપરાંત અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે પણ દોડીને ઘટના સ્થળે પહોચીને ધટનાની સમીક્ષા કરી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન રશિયાના પ્રવાસે છે. ત્યા અમદાવાદની ઘટનાની જાણ થતા તેઓએ અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે સાથે ટેલિફોનિક વાત કરીને સમગ્ર ઘટનાથી માહિતગાર થયા હતા. જ્યારે આ ધટના બાબતે તપાસના આદેશ આપ્યા છે. ઉપરાત ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ કલેક્ટર સાથે વાત કરીને ઘટનાની સંપુર્ણ જાણકારી મેળવી હતી. સાતે જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેમજ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટેની સૂચનાઓ આપી છે.

શહેરના બોપલ વિસ્તારમાં સંસ્કૃતિ ફ્લેટની સામે આવેલી પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ હતી,જેના કારણે કેટલાક લોકો તેના નીચે ફસાયા હતા.આ ઘટના અંગે ફાયર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ 15 લોકો ફસાયા હતા અને બચાવ કામગીરી માટે ફાયરની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. તો આ સાથે ઘાયલ થયેલા લોકો માટે એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ પહોંચી હતી.ઘટનામાં 3 લોકોના મોત થયા થયા હોવાની માહિતી મળી છે જ્યારે 5 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ ફસાયેલા લોકોને બહાર નીકળવાની કામગીરી ચાલુ છે. આ દુર્ઘટનામાં મૃતકમાં જોઈએ તો 3 પૈકી રવિ જાટવ, રામહરી કુશવાહ, વિક્રમ ભૌમિક નામના વ્યક્તિઓના મોત થયા છે.

અમદાવાદના બોપલમાં 20 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી,

અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલ વિસ્તારમાં ઘટેલી આ દુર્ઘટનાને લઈ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલ રશિયાના પ્રવાસે છે, ત્યાંથી તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મુખ્યપ્રધાને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે.

Last Updated : Aug 12, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details