ગુજરાત

gujarat

ETV Bharat / state

સેવા કેમ્પોમાં પાણી ભરાતા અંબાજી જતા પદયાત્રીઓને ભારે હાલાકી - ambaji

અમદાવાદ: ભાવિક ભક્તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે પવિત્ર શક્તિપીઠમાં અંબાજીના દર્શનાર્થે પગપાળા જાય છે. વરસાદી માહોલ કારણે રાહત કેમ્પો ઉઠાવી લેવામાં આવ્યાં છે. મદદ માટે પહોંચેલાં સંઘની સામગ્રી પાણી પલળી ગઈ હોવાથી યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સેવા કેમ્પોમાં પાણી ભરાતાં અંબાજી જતાં પદયાત્રીઓને ભારે હાલાકી

By

Published : Sep 10, 2019, 11:18 PM IST

મંગળવારના રોજ ભારે વરસાદ કારણે અંબાજી જતા પદયાત્રીઓની સેવા આપતા સેવાર્થી કેમ્પમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેથી યાત્રિકોના આરામ માટે કરાયેલી તમામ સુવિધાઓ હટાવી લેવાની ફરજ પડી હતી. જેના કારણે પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છતાં યાત્રિકો વરસતા વરસાદમાં બમણાં ઉમંગ અને ઉત્સાહ સાથે ભક્તિસભર અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.

સેવા કેમ્પોમાં પાણી ભરાતાં અંબાજી જતાં પદયાત્રીઓને ભારે હાલાકી

ABOUT THE AUTHOR

...view details