ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રી વિનાયક સરકારી બેન્ક લિમિટેડ દ્વારા ગરમીમાં પાણીની સેવા શરુ કરાઈ - bank

અમદાવાદ: અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે મનુષ્યને ગરમીમાં બહાર જતા પણ વિચાર કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદની શ્રી વિનાયક બેન્ક દ્વારા ગરમીમાં સેવા આપતા પોલીસ જવાનો માટે કેમ્પ શરુ કરાયો છે.

Ahd

By

Published : May 8, 2019, 5:29 AM IST

ગરમીને લઈને લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે, ત્યારે ગરમીને લઈને મનુષ્ય ના મોત થતા હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદ સ્થિત આવેલ શ્રી વિનાયક સરકારી બેન્ક દ્વારા આવી ગરમીમાં સેવા આપતા ટ્રાફિક જવાનો તેમજ સામાન્ય રાહદારીઓ કે જેમને ગરમીમાં રસ્તા ઉપર જતા આવતા ઠંડુ પાણી મળી રહે તે માટે ટ્રાફિક સિગ્નલો ઉપર ઠંડા પાણી માટે ટેન્ટ અને છત્રીઓ લગાવી પાણીની પરબ શરુ કરવામાં આવી છે. જેથી ટ્રાફિક પોલીસ અને રાહદારીઓને ઠંડા પાણી માટે ક્યાંય દૂર જવુંના પડે અને સિગ્નલ ઉપર જ ઠંડુ પાણી મળી રહે.

શ્રી વિનાયક સરકારી બેન્ક લિમિટેડ દ્વારા ગરમીમાં પાણીની સેવા શરુ કરાઈ

ABOUT THE AUTHOR

...view details