ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય ખાતાના દાવાઓ વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગો વધ્યાં

અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગોના આંકડા સામે આવ્યા છે. આરોગ્ય શાખાના આંકડા પ્રમાણે  અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે.

આરોગ્ય ખાતાના દાવાઓ વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગો વધ્યાં

By

Published : Jun 4, 2019, 6:43 AM IST

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ગતવર્ષની સરખામણીમાં ટાઇફોઇડના કેસો 359 થી વધીને 537 થયા છે. જયારે કોલેરાના કેસો જે ગત વર્ષે શૂન્ય હતા તે વધીને 16 થયા છે. જમાલપુર- 2 , સરખેજ-1 , અમરાઈવાડી- 4 , દાણીલીમડા-3, ઇસનપુર -1, બહેરામપુરા-3, લાંભા- 2 એમ ટોટલ 16 કેસ કોલેરાના નોંધાયેલ છે. આ માહિતીના સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. જેમાં રેસી, ક્લોરીન ટેસ્ટ, પાણીના નમૂના, બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ, કલોરીનની ગોળીઓનો વિતરણનો સમાવેશ થાય છે.

આરોગ્ય ખાતાના દાવાઓ વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગો વધ્યાં
બીજી તરફ મચ્છરજન્ય કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ડેન્ગ્યુના 24 કેસો હતા. જે ઘટીને 7 થયા છે. સાદા મલેરિયાના કેસો 455 થી ઘટીને 359 થયા છે. મે 2018 દરમિયાન લીધેલ 103241 લોહીના નમૂના સામે 31 મે 2019 સુધીમાં 90694 લોહીના નમુનાની તપાસ કરવામાં આવી છે. 2087 સીરમ સેમ્પલની સામે 1359 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આરોગ્ય શાખાના સબ સલામતના દાવાઓ વચ્ચે શહેરમાં પાણીજન્ય રોગમાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details