ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉકડાઉનમાં અમદાવાદના લૉ ગાર્ડન અને સીજી રોડનો જૂઓ વિડીયો - લૉક ડાઉન

ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના 316 કેસ નોંધાયા છે અને 19ના મૃત્યુ થયાં છે. લૉક ડાઉન જાહેર થયાં પછી પણ નવા કેસ બહાર આવી રહ્યાં છે. જો સમયસર લૉક ડાઉન જાહેર ન થયું હોત, તો કલ્પના કરી જુઓ ચિત્ર કંઈક જુદું જ હોત. લૉક ડાઉનમાં અમદાવાદનો અતિવ્યસ્ત એવો લૉ ગાર્ડન અને સીજી રોડ આજે સાવ સૂમસામ બની ગયો છે. જૂઓ વિડીયો…

લૉક ડાઉનમાં અમદાવાદના લૉ ગાર્ડન અને સીજી રોડનો જૂઓ વિડીયો
લૉક ડાઉનમાં અમદાવાદના લૉ ગાર્ડન અને સીજી રોડનો જૂઓ વિડીયો

By

Published : Apr 10, 2020, 5:26 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ગુજરાતમાં 21 દિવસનું લોકડાઉન છે, લૉક ડાઉનમાં 24 કલાક અતિવ્યસ્ત રહેતું અમદાવાદ થંભી ગયું છે. આજે આપણે લૉક ડાઉનમાં લૉ ગાર્ડન અને સીજી રોડની મુલાકાત લઈશું. અમદાવાદના લૉ ગાર્ડનના ખાણીપીણી બજારમાં એક વખતે જેણે સ્વાદ ચાખ્યો તેને લૉ ગાર્ડનના ભાજીપાંઉ, ઢોંસા અને કુલ્ફી ખાવા બીજી વાર જવાની ઈચ્છા થાય જ. આ હેપ્પી સ્ટ્રીટ લૉક ડાઉનમાં બંધ છે. તાજેતરમાં જ 8 કરોડના ખર્ચે હેપ્પી સ્ટ્રીટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, આ હેપ્પી સ્ટ્રીટ હાલ તો અનહેપી છે.

લૉક ડાઉનમાં અમદાવાદના લૉ ગાર્ડન અને સીજી રોડનો જૂઓ વિડીયો
અમદાવાદનો એવો જ બીજો વિસ્તાર છે સી જી રોડ… આ સીજી રોડનું હમણાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે, જે હંમેશાં લોકોથી ભરેલો અને ભારે ટ્રાફિકવાળો હોય છે અને સીજી રોડ શોપિંગ કરવા માટેનું હોટસ્પોટ છે. આ સી જી રોડ આજે સૂમસામ બન્યો છે. સીજી રોડ પર સોનાચાંદીના શો રૂમ, કાપડના રિટેલ શો રૂમ, વિમલ, રેમન્ડ સહિતની દેશ અને વિદેશની તમામ બ્રાન્ડ અહીં મળે છે. આ સીજી રોડ ટોટલ બંધ નજરે પડ્યો હતો. અમદાવાદના ઈતિહાસમાં કયારેય પણ સીજી રોડ આવી રીતે બંધ રહ્યો નહી હોય. લૉ ગાર્ડન અને સીજી રોડના સૂમસામ રસ્તા અમે કેમેરામાં કંડાર્યા છે.

ABOUT THE AUTHOR

...view details